ગુજરાત ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા અનેક રાજકીય નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. ત્યારે ભાજપના દિગ્ગજ અને વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે કોંગ્રેસનો હાથ થામી લીધો છે. ગઈ કાલે જ જયનારાયણ વ્યાસ સિદ્ધપુર ખાતે ચંદનજી ઠાકોરના સમર્થનમાં જોવા મળ્યા હતા અને તેમણે કોંગ્રેસને મત આપવાની અપીલ કરી હતી. કોંગ્રેસની સભામાં જયનારાયણ વ્યાસની ઉપસ્થિતિ દેખાતા રાજકારણમાં નવા-જૂનીના એંધાણ દેખાઈ રહ્યા હતા. ત્યારે આજે તેઓ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.






.jpg)








