ભાજપના નેતા જયેશ રાદડિયાનો વિરોધીઓને ખુલ્લો પડકાર, 'જેને લડવું હોય, સળી કરવી હોય તે ભૂતકાળ યાદ કરી લેજો'


  • Published By :
  • Published Date : 2023-09-25 21:27:07

ભાજપના નેતા જયેશ રાદડિયા રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં (Jamkandorana) આજે રાજકોટ જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓની સામાન્ય સભાની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીની વર્ચુઅલ ઉપસ્થિતિમાં આ સામાન્ય સભામાં જેતપુરના ભાજપના ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ વિવિધ સહકારી સંસ્થાના વર્ષ દરમિયાનના હિસાબો ખેડૂતો અને પશુપાલકો સમક્ષ રજુ કર્યા હતા આ સાથે જ જયેશ રાદડિયાએ સહકારી ક્ષેત્રમાં વિક્ષેપ નાખતી ટોળકી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. આ મિટિંગમાં જયેશ રાદડિયાએ વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું  કે 'લડવું હોય તો મેદાનમાં આવી જાવ'.

Image

જયેશ રાદડિયાનું વિરોધીઓ સામે આકરૂં વલણ


વિરોધીઓ પર પ્રહાર કરતા જયેશ રાદડિયાએ કહ્યું હતું કે કેટલાક લોકો સહકારી ક્ષેત્રમાં વિરોધ કરવા માટે છે. મારા પિતાજી વિઠ્ઠલ રાદડિયા હતા ત્યારે પણ પાંચ લોકોની ટોળકી સહકારી ક્ષેત્રને બદનામ કરવા માટે સક્રિય હતી. પેઢી બદલાય છે. પહેલા વિઠ્ઠલભાઇ ડેરીના ચેરમેન હતા આજે હું ડેરીનો ચેરમેન છું પરંતુ આ પાંચ લોકોની ટોળકી હજુ વિરોધ જ કરે છે અને આ ટોળકી પાંચના ક્યારેય છ થવાના નથી તેના તે જ રહેવાના છે. રાદડિયાએ વધુમાં કહ્યું હતું કે હું રાજકીય વ્યક્તિ છું, પરંતુ સહકારી ક્ષેત્ર ભરોસાથી ટકી રહ્યું છે. રાજકોટ જિલ્લાની સહકારી સંસ્થાઓ બિનહરીફ થાય તેવા મારા હંમેશા પ્રયત્ન રહ્યા છે, પરંતુ રાજકીય રીતે સહકારી ક્ષેત્રમાં આવવું હોય તો મેદાનમાં આવી જવાની પણ ખુલ્લી ચેલેન્જ આપી હતી. રાદડિયાએ અંતમાં કહ્યું હતું કે વિપરીત પરિસ્થિતિ હતી ત્યારે પણ વિઠ્ઠલભાઇની આ સહકારી ઇમારતનો કાંકરો પણ હલાવી શક્યા ન હતા આજે તો આ ઇમારત  મજબુત છે આનો દાણો પણ તમારાથી નહી હલે, મારી ખુલ્લી ચેલેન્જ આ સાધારણ સભામાં છે. સહકારી ક્ષેત્રમાં રાજકારણ ના આવે તે માટેના આ પ્રયાસ છે છતાં જેને લડવું હોય સળી કરવી હોય તે ભૂતકાળ યાદ કરી લેજો કેટલી વીસો સો થયું. 'સહકારી ક્ષેત્રનો વિશ્વાસ ન તૂટે તે માટે વિરોધીઓને ખોટા કાવા દાવા ન કરવા પણ કહ્યું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે