રાજકુમાર જાટના કેસમાં ગણેશ ગોંડલના ઘરમાં હાજર શખ્સ સામે નોંધાયો ગુનો, પિતા-પુત્ર સામે પણ અરજી.


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-24 17:56:52

ગોંડલ ઘણા દિવસોથી ચર્ચામાં છે અને આ ચર્ચામાં રોજ નવા વળાંકો સામે આવે છે. ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા પર રાજસ્થાનના રતનલાલ જાટ પોતાના દિકરાના મૃત્યુને લઈને આરોપ લગાવી રહ્યાં છે.. અને સતત કહી રહ્યાં છે કે એમના કારણે જ આ સ્થિતિ ઉભી થઈ છે. રાજસ્થાનમાં વિરોધ નોંધાયો અને લોકસભામાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો.. હવે આખરે 19 દિવસના અંતે આ કેસમાં જયરાજસિંહ જાડેજાના બંગલામાં હાજર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો છે. સવાલ એ છે કે શું કાર્યવાહી થશે ખરા.


ગોંડલમાં રહેતો અને UPSCની તૈયારી કરતો મૂળ રાજસ્થાનનો રાજકુમાર જાટ ઘરેથી રહસ્યમય રીતે ગૂમ થયા બાદ તેનો મૃતદેહ રાજકોટ નજીકથી મળી આવ્યો હતો. રાજકોટ પોલીસે તેનું મોત ખાનગી ટ્રાવેલ્સની બસે હડફેટે લેતાં થયાનું જાહેર કરી દીધું છે. પણ આ કેસમાં અનેક ખુટતી કડીઓ જોડવાનો પ્રયાસ પોલીસ પોતાની તપાસમાં નથી કરતી તેવું લાગી રહ્યું છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ સામે આવ્યા બાદ અંતે 19 દિવસે ગુનો નોંધવામાં આવ્યો છે.  ભારે વિવાદ પછી આખરે ગોંડલ પોલીસે રતનલાલ જાટે આપેલા નિવેદનના આધારે ગુપચુપ રીતે બંગલામાં હાજર શખ્સ સામે ગુનો નોંધ્યો છે. મૃતક રાજકુમાને બંગલામાં હાજર એક વ્યક્તિએ તમાચો માર્યો હતો. ગોંડલ પોલીસના સુત્રોના કહેવા પ્રમાણે રતનલાલ આ અજાણ્યા શખ્સને ઓળખતા ન હોવાથી એનસી કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે.


તો બીજી બાજુ ગણેશ જાડેજાએ પણ મૃતક રાજકુમાર અને તેના પિતા સામે બંગલોમાં ગેરકાયદે પ્રવેશની પોલીસને અરજી આપી છે. ત્યારે હવે આ કેસ નવો વળાંક લઈ રહ્યો છે. બીજી તરફ ગણેશ જાહેજાએ મૃતક રાજકુમાર તેના પિતા સાથે બંગલોમાં ગેરકાયદે પ્રવેશની પોલીસને અરજી આપી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે અરજીમાં જણાવ્યું જણાવ્યું છે કે બંને પિતા-પુત્ર બંગલોમાં કામ છે તેમ કહી બંગલોમાં ઘુસી બંગાલમાં હાજર માણસોએ તેમને ખુરશી આપી હતી. ત્યાર પછી બંને પિતા-પુત્ર મોબાઈલને લઈને મારવાડી ભાષામાં ઝઘડતા હતા. જેથી બંનેને બંગલોમાંથી બહાર જવાનું કહેવાતાં રતનલાલ તો તૈયાર થઈ ગયા પુત્ર મૃતક રાજકુમાર હતા. તેનો પુત્ર બંગલોમાંથી બહાર જવા તૈયાર ન હતો. એટલું જ નહીં ખુરશી પકડીને ઊભો રહી ગયો હતો. મહામહેનતે તેને બહાર મોકલવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં સ્થાનિક પોલીસ સામે આક્ષેપ થયા હોવાથી રતનલાલ જાટની એનસી અને ગણેશ જાડેજાએ આપેલી અરજીની તપાસ જેતપુરના પીઆઈને સોપવામાં આવી છે. એનસી ગઈ તા. 15ના રોજ નોંધાવાનું અને તે પહેલા ગણેશ જાડેજાએ અરજી આપ્યાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ગણેશ જાડેજાએ જાટ પિતા-પુત્રએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ માટે અરજી દાખલ કરવામાં આવી છે. ગોંડલ પોલીસ દ્વારા નવા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવી રહ્યા નથી. રાજકુમાર જાટનો પીએમ રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં શરીર ઉપર ઈજાના નિશાન છે, ત્યારે મોત કુદરતી કે ઈજા ના કારણે થયું છે? તે અંગે કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. મૃતક રાજકુમાર જાટના પિતાએ આરોપ મૂક્યો છે કે યુવકના ઘરેથી નીકળવાના સીસીટીવી ફૂટેજ કેમ જાહેર ન થયા, ગણેશ જાડેજાએ યુવકને પોતાના ઘરે કેમ બોલાવ્યો અને જયરાજસિંહ ના ઘરની બહાર ઝઘડો કેમ થયો જેના કારણે તેને માર મારવામાં આવ્યો આ તમામ બાબતો ઉપર હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઇ નથી.


ઓલરેડી આ કેસમાં ઘણા બધા સવાલો છુટી રહ્યાં છે તેના પર તપાસ થાય એ પણ બહુ જ જરુરી છે.જાટ યુવાનને માર મારવાના કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ચોંકાવનારા ખુલાસા થયા હતા. અને રિપોર્ટ પ્રમાણે આ હત્યા હોય શકે તેવી પણ શક્યતાઓ વધારે છે. કેમ કે રિપોર્ટમાં ક્યાંય અકસ્માત થયો હોય તેવો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.  મૃતક રાજકુમાર જાટના શરીરના કેટલાક ભાગો પર જે 4-4 સે.મી.ના ચોક્કસ જગ્યાએ ઇજાનાં નિશાન છે, એ અકસ્માતને કારણે ન થાય, કારણ કે અકસ્માતમાં કેટલા સેન્ટિમીટરના ભાગમાં ઇજા થાય એ નક્કી હોતું નથી, જે વાહન અથડાયું હોય અને જે ભાગે અથડાયું હોય એ ભાગ કેટલો બોથડ છે અને કેટલો વજનદાર છે એના પરથી ઇજાનાં નાનાં અથવા તો મોટાં નિશાન થાય, પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 4-4 સે.મી.ની જાડાઇના જે નિશાન થયાં છે એ લાકડી જેવા બોથડ પદાર્થથી ઘા મરાયા હોય એવાં પણ હોઇ શકે.. આ સિવાય પ્રાઈવેટ પાર્ટમાં પણ અંદર સુધી ચીરાના નિશાન છે જે અકસ્માતના કારણે ન થાય તેવું તબીબોનું સ્પષ્ટપણે માનવુ છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.