જીગ્નેશ મેવાણીની ચિંતામાં થયો વધારો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 18:31:27

જીગ્નેશ મેવાણીની ચિંતા વધી ..

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે અને અત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. મહેસાણાથી ધાનેરા આઝાદી કૂચ યાત્રા મુદ્દે થયેલી ફરિયાદમાં મહેસાણા કોર્ટે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત 10 આરોપીઓને ચાર મહિના પૂર્વે કરેલી ત્રણ માસની સજામાં વધારો કરવા સરકારી વકીલે મહેસાણા સેશન્સ કોર્ટમાં અપીલ કરતાં સમગ્ર મામલો પુનઃ ચર્ચાસ્પદ બન્યો છે.

 

જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં 2017માં આઝાદી કુંચ યાત્રા નિકળિ હતી. યાત્રા મંજૂરી વિના યોજાઈ હતી. કેસ અંતર્ગત જીગ્નેશ મેવાળી સહિત 10 લોકોને મહેસાણા જ્યુડિશિયલ કોર્ટે ગત 5 મે 2022ના રોજ ત્રણ મહિનાની સજા ફટકારી હતી. ત્યારે જીગ્નેશ સહિત લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. હવે આ મામલે કોર્ટમાં 15 ઑક્ટોમ્બરે સુનવણી કરશે.

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે