બ્રેકિંગ ન્યૂઝ: આખરે વિદ્યાસહાયકોની લડત રંગ લાવી, 2600 જગ્યાઓ ભરવા માટે સરકાર કાલે જાહેરાત પ્રસિદ્ધ કરશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 18:51:08

ઘણા વર્ષોથી તેમની માંગણીને લઈ ધરણા-પ્રદર્શનો કરી  વિદ્યાસહાયકોની લડત અંતે રંગ લાવી છે. સરકારે બેકાર વિદ્યાસહાયકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર 2600 જગ્યાઓ માટે આવતીકાલથી પ્રક્રિયા હાથ ધરશે. સરકાર આવતીકાલે વિદ્યાસહાયકોની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરશે. 


જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આપી માહિતી



વિદ્યાસહાયકોની ભરતીને લઈને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે લખ્યું કે, 2,600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જીતુ વાઘાણીએ શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય અંગે જણાવ્યું હતું કે આવનારા સમયમાં 2600 વિદ્યાસહાયકોની ભરતી કરાશે. 2017-18 માં TAT આપેલા લાયક ઉમેદવારોની પસંદગી કરાશે. 


2,600 વિદ્યા સહાયકોની ભરતી કરવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. 11મી ઓક્ટોબર, 2022ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં ધોરણ 1થી 5માં 1000 અને ધોરણ 6 થી 8માં 1600 એમ કુલ મળીને 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. જેમાં ધોરણ 1 થી 5માં 1,000, ગણિત-વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા પાંચ ટકા વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે