ઈસરોના ચોંકાવી દેનારો ખુલાસો, જોશીમઠમાં 12 દિવસમાં 5.4 સેંટીમીટર ધસી જમીન


  • Published By :
  • Published Date : 2023-01-13 15:11:38

ISRO (Indian Space Research Organisation)એ જોશીમઠને લઈ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઈસરોના જણાવ્યા મુજબ જોશીમઠમાં માત્ર 12 દિવસોમાં 5.4 સેન્ટીમીટર જમીન ધસી ગઈ છે. ઈસરોએ જોશીમઠની સેટેલાઈટ તસવીરો પણ જાહેર કરી છે. જે મુજબ 27 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી વચ્ચે જોશીમઠની જમીન 5.4 સેન્ટીમીટર નીચે ધસી ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના 2 જાન્યુઆરી 2022થી શરૂ થઈ છે. 


જોશીમઠ-ઔલી રોડ પણ ધસી પડશે


ઈસરોએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે એપ્રિલથી નવેમ્બર 2022 વચ્ચે જમીન ધસવાનો દર બહુ જ ઓછો હતો. આ દરમિયાન જોશીમઠ 9 સેન્ટીમીટર નીચે ચાલી ગઈ છે. ઈસરોના જણાવ્યા પ્રમાણે ક્રાઉન ઓફ ધ સબ્સિડેન્સ 2180 મીટરની ઉંચાઈ પર જોશીમઠ-ઓલી રોડની નજીક જ છે. તેનાથી જાણી શકાય છે કે જમીન ધસવાથી જોશીમઠ-ઔલી રોડ પણ ધસી પડશે. કોર્ટોસેટ-2 એસ સેટેલાઈટથી લેવામાં આવેલી તસવીરોમાં જોશીમઠમાં સેનાના હેલીપેડ અને નરસિંહ મંદિર સહિત સમગ્ર શહેરને સંવેદનશીલ ક્ષેત્ર તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો છે. 


દર વર્ષે 2.60 ઈંચ ધસી રહ્યો છે જોશીમઠ


ઈસરો ઉપરાંત ઈન્સ્ટીટ્યુટ ઓફ રિમોટ સેન્સિંગ (IIRS)એ પણ રિપોર્ટ સરકારને સોંપ્યો છે. તે મુજબ જોશીમઠ દર વર્ષે 6.62 સેન્ટીમીટર એટલે લગભગ 2.60 ઈંચ ધસી રહી છે. IIRSએ લગભગ બે વર્ષ સુધી સેટેલાઈટ તસવીરોનો સ્ટડી કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. IIRS દહેરાદુનના વૈજ્ઞાનિકોએ જુલાઈ 2020થી માર્ચ 2022 વચ્ચે જોશીમઠ અને તેની આસપાસથી લગભગ 6 કિલોમીટર વિસ્તારની સેટેલાઈટ તસવીરોનો સ્ટડી કર્યો.


જોશીમઠમાં થઈ રહ્યો છે ભૂગર્ભીય ફેરફાર


રિપોર્ટમાં જોશીમઠ અને તેની આસપાસના વિસ્તારોમાં આવી રહેલા ભૂગર્ભીય ફેરફારો પણ જોવા મળ્યા છે. તાજેતરમાં જ IIRSએ તેનો રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જોશીમઠ દર વર્ષે 6.62 સેમી.ની દરથી નીચેની તરફ ધસી રહી છે. તેની સેટેલાઈટ તસવીરો પણ જાહેર કરવામાં આવી છે. તે સાથે જ IIRSએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં જોશીમઠના થ્રી-ડી ફેરફારોને બતાવવામાં આવ્યા છે. 


સમગ્ર ખીણમાં થઈ રહ્યા છે ભૂ:સ્ખલનો


IIRSએ જે વીડિયો જારી કર્યો છે, તેમાં પણ તે બતાવવામાં આવ્યું છે કે કે જમીન ધસી પડવાની પ્રક્રિયા માત્ર જોશીમઠમાં જ થઈ રહી નથી. સમગ્ર ખીણ પ્રદેશની તેની ઝપેટમાં આવી ગયો છે. આના કારણે આગામી સમયમાં ખતરનાક પરિણામો જોવા મળી શકે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે