જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.
જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત હરિગીરી રિપીટ થશે કે પછી સરકારનું શાસન આવશે તે અટકળોનો હવે અંત આવ્યો છે. કેમ કે જૂનાગઢના કલેકટર દ્વારા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. હવે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે સત્તાવાર રીતે ભવનાથ મંદિરનો ચાર્જ સંભાળી લીધો છે. મહંત હરીગીરીની મુદત આજે પૂર્ણ થતા સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. થોડાક સમય પેહલા , મહંત હરીગીરીની સામે મહંત મહેશ ગિરીએ જે આક્ષેપો કર્યા હતા જેમ કે મહંત બનવા કરોડો રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને ભારે વિવાદ થયો હતો હવે પ્રથમવખત વહીવટદારની નિમણુંક જૂનાગઢ કલેકટર દ્વારા કરવામાં આવી છે. જ્યાં સુધી જૂનાગઢ કલેકટર નવા મહંતનું નામ જાહેર નઈ કરે ત્યાં સુધી વહીવટદર પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલનું શાસન રહેશે. આ પહેલીવાર થયું છે કે , જૂનાગઢના ભવનાથના મંદિરમાં વહીવટદારની નિમણુંક થઇ છે.
આપને જણાવી દયિકે , ભવનાથ મંદિરના અતિથિ ભવનના હિસાબનો પણ વિવાદ ચાલી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી મહંત હરીગીરી બાપુ પર અનેક વિવાદો સામે આવ્યા છે. તેના કારણે તેમને રિપીટ ના કરવાની માંગ પ્રબળ બની હતી. સાથે જ તેમની પર પૈસા અને પાવરના જોરે મહંત પદ મેળવ્યાના આક્ષેપો થયા છે. બીજી તરફ રાજુગીરી બાપુએ ગુરુ શિષ્ય પરંપરા મુજબ મહંત પદ માટે દાવો માંડ્યો હતો. આ બધા વચ્ચે મહંત હરીગીરી દ્વારા કહેવામાં આવ્યું હતું કે , તંત્ર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે મને માન્ય રહેશે . ભવનાથ મંદિરના વહીવટને લઇને મહંત હરીગીરીને રિપીટ કરવા માટે , ડેપ્યુટી મેયર આકાશ કટારાએ જૂનાગઢ કલેક્ટરને ભલામણ કરી હતી . તો બીજી બાજુ ઘણા સાધુ સંતોએ , નિયમ મુજબ ગુરુ શિષ્ય પરમપરા મુજબ મહંતની નિમણુંક કરવામાં નઈ આવે તો ચીમકી ઉચ્ચારવામા આવી છે.