જુનાગઢમાં પતિ અને બે પુત્રના મોત બાદ મહિલાએ પણ મોતને વ્હાલું કર્યું, શહેરમાં ઘેરા શોકની લાગણી


  • Published By :
  • Published Date : 2023-07-26 18:21:45

જુનાગઢના કડીયાવાડ વિસ્તારમાં બે માળની ઈમારત ધરાશાયી થવાના કિસ્સામાં સંજય ડાભીની સાથે તેના બે પુત્રો પુત્ર દક્ષ અને તરુણનું મકાનના કાટમાળ નીચે દટાઈ જવાને કારણે મોત થયું હતું. હવે મૃતક સંજય ડાભીના ધર્મપત્નીએ પણ આત્મહત્યાનો પ્રયાસ કરતા જૂનાગઢ શહેરમાં ભારે ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. ગઈ કાલે પતિ અને બે પુત્રોને ગુમાવનાર મયુરીબેન ગંભીર આઘાતમાં સરી પડ્યા હતા. તેમણે એસીડ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ તેમને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોડી રાત્રે મોત થયું હતું.


સારવાર દરમિયાન મોત


બિલ્ડીંગ ધરાશાઈ થવાની ઘટનામાં પતિ અને બે બાળકોને ગુમાવનાર મયુરી બેન ખૂબ જ ભાંગી પડ્યા હતા. પતિ અને બે માસુમ પુત્રનું મોત થતા તેનો આઘાત તેવો જીરવી શક્યા નહી હોય અને આઘાતજનક પરિસ્થિતિમાં આજે મહિલાએ અચાનક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મયુરીબેન સંજયભાઈ ડાભીએ આત્‍મહત્‍યા કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઈ હતી. મયુરી બેનએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં હાલ તો મહિલાની હાલત બેભાન અવસ્થામાં હોસ્પિટલના બેડ પર ગંભીર હાલતમાં જોવા મળ્યા હતા. તેઓનું નિવેદન હજુ સુધી પોલીસ મેળવી શકી નથી. સમગ્ર મામલામાં એફઆઇઆર કરવાની લઈને પણ હજુ કામગીરી શરૂ થઈ નથી પરંતુ ગઈ કાલના અકસ્માતના આઘાતમાં મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હશે.


શું હતી સમગ્ર ઘટના?


જૂનાગઢની દાતાર રોડ પર કડિયાવાડ શાકમાર્કેટના પાછલા વિસ્તારમાં 40 વર્ષ જૂનું જર્જરિત થયેલી બે માળની ધરાસાયી થતા ચાર વ્યક્તિના મકાનના કાટમાળમાં દબાઈ જવાથી મોત થયા છે. ચાર લોકોના મોતના કારણે જૂનાગઢ આખું ઘેરા શોકની લાગણીમાં જોવા મળી રહ્યું છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે