યુવાનનો ન્યૂડ વીડિયો બનાવી બ્લેક મેઈલ કરતી યુવતીના ત્રાસથી જૂનાગઢના યુવકે મોતને વ્હાલું કર્યું


  • Published By :
  • Published Date : 2023-06-22 16:07:41

સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવતા યુવક-યુવતીઓ માટે ચેતવણીરૂપ સમાચાર આવ્યા છે. સોશિયલ મીડિયા દ્વારા એક યુવતીના સંપર્કમાં આવેલા જૂનાગઢના એક યુવકને તે યુવતીએ બ્લેક મેઈલ કરતા અંતે  તેણે મોતને વ્હાલુ કર્યું હતું. આ સમાચારથી પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેલ કરતી ટોળકીના ચક્કરમાં ફસાયેલા જૂનાગઢના દડવા ગામના યુવકની સ્ટોરી જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે.


શું હતી સમગ્ર ઘટના?


જૂનાગઢના દડવા ગામના અમિત રાઠોડ નામના યુવકનો સોશિયલ મીડિયા પર એક યુવતી સાથે સંપર્ક થયો હતો. જે બાદ બંને વચ્ચે વાતચીત થઈ હતી. યુવતીએ વીડિયો કોલ કરી અમિતને પોતાની વાતોમાં ફસાવ્યો હતો. વીડિયો કોલ કરીને યુવતીએ અમિતનો બીભત્સ વીડિયો બનાવી લીધો હતો. અને ત્યાર બાદ બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. યુવકના ન્યૂડ વીડિયો બનાવી અલગ અલગ નંબર પરથી ફોન કરી પૈસાની માંગણી કરવામાં આવતી હતી. યુવકે યુપીઆઈ દ્વારા 48, 500 રૂપિયા આપી પણ દીધા હતા. તેમ છતાં વધુ પૈસા મંગતા અંતે તે યુવકે 18 જૂનના રોજ આત્મહત્યા કરી લીધી હતી. હાલ તો પોલીસે યુવકને આત્મહત્યા કરવા મજબુર કરનાર ટોળકીને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે