જુનિયર ક્લાર્કની પરીક્ષા આગામી 100 દિવસમાં યોજવાની જાહેરાત, તારીખ ટૂંક સમયમાં થશે જાહેર


  • Published By :
  • Published Date : 2023-01-29 18:44:11

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. રાજ્યની ભાજપ સરકાર સામે પરીક્ષાર્થીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. પરીક્ષા માટે તૈયારી કરતા ઉમેદવારો ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. જો કે હવે સરકારે આગામી 100 દિવસમાં જ દિવસમાં નવેસરથી પરીક્ષા યોજવાની જાહેરાત કરી છે. 


પંચાયત સેવા પસંદગી મંડળે કરી જાહેરાત


જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર રદ થતાં નવી પરીક્ષાની તારીખ માટે પંચાયત સેવા પસંદગી મંડળે સ્પષ્ટતા કરી છે. નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવાની માહિતી આપી છે. ઉમેદવારોનો રોષ જોઈ ડરી ગયેલા પંચાયત સેવા પસંદગી મંડળે નવેસરથી પરીક્ષા યોજવાની ઘોષણા કરી છે. પંચાયત સેવા પસંદગી મંડળે પરીક્ષા આગામી 100 દિવસમાં જ અંદર જ લેવાની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આજે રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થઇ જતાં પરીક્ષા મોકુફ રાખવાની જાહેરાત કરાઇ છે. ગુજરાત ATSએ 15થી વધુ લોકોની અટકાયત કરી છે અને નાયક નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.