આતુરતાનો આવ્યો અંત, જુનિયર ક્લાર્ક પરીક્ષાની તારીખ જાહેર, GPSSBએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-02-28 21:35:35

સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પંચાયત સેવા પસંદગી બોર્ડ (gpssb)એ  જાહેરાત કરી છે કે જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ યોજાશે. વિવિધ જિલ્લાઓમાં પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો  મંગાવવામાં આવી હતી ત્યાર બાદ પરીક્ષાની ફાઈનલ તારીખ જાહેર કરવામાં આવી છે. Imageપ્રશ્નની કુલ સંખ્યા – 100

પરીક્ષાનો કુલ સમય – 1 કલાક.

કુલ ગુણ – 100


પેપર લીક થતાં પરીક્ષા મોકુફ રખાઈ હતી


રાજ્યમાં જુનિયર ક્લાર્કની 1181 ખાલી જગ્યાઓ માટે આ પરીક્ષા યોજાશે. જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું વડોદરાથી પેપર લીક થયું હતું. ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો હતો. પરીક્ષાને લઈને ઉમેદવારોએ જોરદાર દેખાવો કર્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. રાજ્યના કુલ 2,995 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાવાની હતી. પરંતુ આ પરીક્ષાનું પેપર અચાનક પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.


16 આરોપીઓની ધરપકડ


નિયર ક્લાર્ક પરીક્ષાના પેપરલીક કાંડમાં ATSએ કુલ 16 આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. જે બાદ આગામી 100 દિવસમા ફરી પરીક્ષા લેવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે પરીક્ષાની તારીખ જાહેર કરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે