સોશિયલ મીડિયા પરથી બ્રેક લેવાની વાત પર ટ્રોલ થઈ રહી છે કાજોલ! જાણો કેમ તેમના ચાહકો થઈ રહ્યા છે ગુસ્સે ?


  • Published By :
  • Published Date : 2023-06-10 17:11:36

પોતાના ફિલ્મને અથવા તો વેબસિરીઝને પ્રમોટ કરવા કલાકારો અનેક સ્ટંટ કરતા હોય છે. ફિલ્મ નજીક આવતા લોકો વચ્ચે જવાનું કલાકારો પસંદ કરતા હોય છે. કોઈ ફિલ્મી સ્ટાર્સ જ્યાં આસાનીથી સામાન્ય લોકો મળી જતા હોય ત્યાં જવાનું પસંદ કરે છે તો કોઈ પબ્લિસીટી માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે પોતાની પોસ્ટને લઈ કાજોલ ટ્રોલ થઈ રહી છે.

  

ગઈકાલે સોશિયલ મીડિયા પરથી સંન્યાસ લેવાની કરી હતી જાહેરાત!

ટૂંક સમયમાં કાજોલની વેબસિરીઝ ધી ટ્રાયલ આવી રહી છે. પરંતુ તે વેબસિરીઝ રિલીઝ થાય તે પહેલા જ કાજોલ ટ્રોલ થઈ રહી છે. 9 જૂનના રોજ સોશિયલ મીડિયા પરથી બ્રેક લેવાની જાહેરાત કાજોલે કરી હતી. ઈન્સ્ટાગ્રામની તમામ પોસ્ટ ડીલીટ કરી દીધી હતી. અને તે બાદ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયા પરથી બ્રેક લઈ રહી છું. આની સાથે એક ફોટો શેર કર્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે પોતાના જીવનની સૌથી મુશ્કેલ ટ્રાયલને ફેસ કરવા જઈ રહી છું. આ પોસ્ટને લઈ કાજોલના ફેન્સમાં દુખની લાગણી છવાઈ ગઈ હતી. એવું તો કાજોલના જીવનમાં શું બન્યું કે તે સોશિયલ મીડિયા છોડવા માગે છે સહિતના અનેક વિચારો લોકો કરી રહ્યા હતા.


#ShameOnKajolHotstar સોશિયલ મીડિયા પર થયું ટ્રેન્ડ!

કાજોલ ત્યાં સુધી ટ્રોલ થઈ ન હતી. પરંતુ તેની બાદ જે પોસ્ટ કરવામાં આવી તેને કારણે સોશિયલ મીડિયા પર કાજોલ ટ્રેન્ડ થઈ રહી છે. બીજા પોસ્ટમાં તેમણે લખ્યું કે 12 જૂને મારો કોર્ટ રૂમ ડ્રામા #HotstarSpecials #TheTrial - પ્રેમ કાયદો દગોનું ટ્રેલર જોજો. #TheTrialOnHotstar।” વીડિયોમાં કાજોલને એક વકીલના બ્લેક યુનિફોર્મમાં ગંભીર હાવભાવ સાથે જોઈ શકાય છે. આનું ટ્રેલર 12 જૂને રિલીઝ થવાનું છે. આ પોસ્ટ થયા બાદ કાજોલની આગળની પોસ્ટ પણ દેખાવા લાગી હતી. યુઝર્સે આને પબ્લીસિટી સ્ટંટ ગણયો અને લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.  ત્યારે કાજોલ માટે હસવામાંથી ખસવું થઈ ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે