ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશનની કાયાપલટ થશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 17:47:51

કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાત મુલાકાતે છે ત્યારે કાલુપુર રેલવે સ્ટેશન મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર 2 હજાર કરોડના ખર્ચે કામગીરી  કરવામાં આવશે. અશ્વિની વૈષ્ણવ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી જે કામગીરી કરવામાં આવનાર છે તેનું નિરીક્ષણ કર્યું હતું. 


શું નવું હશે આ નવા રેલ્વે સ્ટેશનમાં?

ગાર્ડન, મૉલ, એલિવેશન રોડ, બુકિંગ એરિયા, રેસ્ટ રૂમ, અન્ય આધુનિક ટેકનોલોજી સાથે રેલવે સ્ટેશન ઉભું કરવામાં આવશે મુસાફર કાલુપુર અને સરસપુર બંને તરફથી એન્ટ્રી લઈ શકશે તેવી તેના માટે વિશાળ એન્ટ્રી અને એક્ઝીટના દરવાજા બનાવશે. 1966થી કાલુપુર રેલવે સ્ટેશન પર 12 પ્લેટફોર્મ છે. 16 ટ્રેક સાથે 200 ટ્રેનની અવરજવર થાય છે. કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેન, મેટ્રો અને બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહેશે. કાલુપુર રેલવે સ્ટેશનના વિસ્તારમાં ઝૂલતા મિનારા જળવાઈ રહે તે રીતે આજુબાજુનો વિસ્તારનું ડેવલોમેન્ટ કરવામાં આવશે. 


રેલ્વે સ્ટેશનનો નવો લુક 

કાલુપુર રેલ્વે સ્ટેશને નવો લુક આપવા માં આવશે જે ડિઝાઈન ખુબજ આકર્ષક દેખાય છે. આ લુકની ડિઝાઈન હડસન હાઈલાઈન પાર્ક દ્વારા તૈયાર કરવામાં આવી છે. અમદાવાદ કાલુપુર સાથે સાથે અમદાવાદના સાબરમતી રેલ્વે સ્ટેશનને પણ રીડેવલોપમેન્ટ કરવામાં આવશે. અમદાવાદનું કાલુપુર સાથે સાબરમતી રેલ્વે સ્ટેશન પણ એક આકર્ષણનું કેન્દ્ર બનશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે