કંઝાવલા કેસમાં 11 પોલીસ કર્મી સસ્પેન્ડ, ફરજ દરમિયાન લાપરવાહીની મળી સજા


  • Published By :
  • Published Date : 2023-01-13 15:55:07

કંઝાવલા કેસમાં ઢીલી કાર્યવાહીના પગલે ગૃહમંત્રાલયે પોલીસકર્મી સામે કડક કાર્યવાહી કરી છે. અંજલી નામની યુવતીને કારથી 13 કિલોમીટર સુધી ઢસડવાના કેસમાં ગૃહ મંત્રાલયે ઘટનાની રાત્રે ત્રણ પીસીઆર વાન અને બે પિકેટ પર તૈનાત 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે.


ફરજમાં ચૂક બાદ હકાલપટ્ટી


રોહિણી જિલ્લાના જે 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાંથી બે સબ ઈન્સપેક્ટર, 4 આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર, 4 હેડ કોન્સ્ટેબલ અને કોંન્સ્ટેબલનો સમાવેશ થાય છે. ઘટનાના દિવસે તેમાંથી 6 પીસીઆર ફરજ પર હતા અને 5 પિકેટ પર હતા. આ પોલીસકર્મીઓ પર ફરજ દરમિયાન બેજવાબદારીપૂર્વક વર્તવાનો આરોપ છે. અત્રે ઉલ્લેખનિય છે કે જે રૂટ પર આ ઘટના થઈ તે રૂટ પર તૈનાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


રિપોર્ટ બાદ કાર્યવાહી


ગુરૂવારે ગૃહ મંત્રાલયએ ઘટનાની રાત્રે ત્રણ પીસીઆર વાન અને બે પિકેટ પર તૈનાત પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા હતા. ગૃહમંત્રાલયએ દિલ્હી પોલીસના ઉચ્ચ આધિકારી શાલિની સિંહના રિપોર્ટ બાદ હકાલપટ્ટીના આદેશ આપ્યા છે. રિપોર્ટમાં સિનિયર પોલીસ અધિકારીઓના સુપરવિઝનમાં પણ ખામી જોવા મળી હતી.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે