બેંગલુરુમાં લોકાયુક્તના દરોડા, ભાજપના MLAનો પુત્ર 40 લાખની લાંચ લેતા ઝડપાયો, ઓફિસ અને ઘરેથી મળ્યા 7.7 કરોડ રૂપિયા


  • Published By :
  • Published Date : 2023-03-03 14:25:18

કર્ણાટકમાં લોકાયુક્તની એન્ટી કરપ્શન વિંગે ગુરૂવારે મોટી કાર્યવાહી કરતા ભાજપના ધારાસભ્યના પુત્રને 40 લાખની લાંચ લેતા ઝડપી લીધો છે. ભાજપના ધારાસભ્ય મદલ વિરૂક્ષપ્પાના પુત્ર પ્રશાંત મદલની લાંચ કેશમાં તેની ઓફિસમાંથી જ ધરપકડ કરી છે. કરપ્શન વિંગે ઓફિસમાંથી 1.7 અને ઘરમાંથી 6 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. હાલ તો બેંગલુરૂની  લોકઆયુક્ત અદાલતે પ્રશાંતને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પ્રશાંત ઉપરાંત અન્ય 4 લોકોની ને પણ ધરપકડ કરવામાં આવી છે. રોકડ એટલા મોટા પ્રમાણમાં હતી કે ટીમને રૂપિયા ગણાતા આખી રાત લાગી હતી. 


લોકાયુક્તને મળી હતી ફરિયાદ


કર્ણાયક લોકાયુક્તને લાંચ માગવાની ફરિયાદ મળી હતી,કર્ણાટક કેડરના અધિકારી પ્રશાંતે કાચા માલ માટે એક કોન્ટ્રાક્ટર પાસે 81 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. લોકાયુક્તની આ કાર્યવાહી બાદ ધારાસભ્ય મદલ વિરૂપક્ષપ્પાએ કર્યાટકના સાબુ અને ડિટરર્જન્ટ લિમિટેડના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. કર્ણાટકના મુખ્યમંત્રીને લખેલા પત્રમાં તેમણે કહ્યું મારા પરિવાર સામે આ ષડયંત્ર છે, હું તેની નૈતિક લેતા મારી જવાબદારી સ્વિકારી રાજીનામું આપી રહ્યો છું કેમ કે આરોપ મારા વિરૂધ્ધ છે.

 

આ વર્ષે યોજાશે વિધાનસભા ચૂંટણી


ભાજપના ધારાસભ્યનો પુત્ર લાંચ લેતા ઝડપાતા સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે. કેમ કે રાજ્યમાં આ વર્ષે જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ માટે આ ઘટના મોટા રાજકીય ફટકા સમાન છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે