બ્રેકિંગ ન્યૂઝ! કર્ણાટક વિધાનસભા ચૂંટણી: ભાજપના 189 ઉમેદવારોની પહેલી યાદી જાહેર


  • Published By :
  • Published Date : 2023-04-11 22:18:21

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આખરે તેના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. ભાજપે કર્ણાટક ચૂંટણી માટે 189 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપની યાદીમાં 52 નવા ઉમેદવારો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપના ઉમેદવારો યાદીની ઘણા લાબા સમયથી રાહ જોવામાં આવી કહી હતી. 


CM બોમાઈ શિગગાંવથી ચૂંટણી લડશે


મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ શિગગાંવથી ચૂંટણી લડશે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હીમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપની યાદી અંગે ઘણા દિવસોથી સસ્પેન્સ અકબંધ હતું. આ મુદ્દે વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને જેડીએસ પણ ભાજપને  નિશાન બનાવી આકરા પ્રહારો કરતી હતી.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે