કર્ણાટકમાં CM પદ માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના સમર્થકોએ વચ્ચે પોસ્ટર વોર શરૂ, આજે સાંજે CLPની બેઠકમાં થશે ફેંસલો


  • Published By :
  • Published Date : 2023-05-14 12:22:08

કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ હવે સર્વત્ર એક જ સવાલ થઈ રહ્યો છે કે નવા મુખ્યમંત્રી કોણ બનશે. આ પદ માટે બે નેતાઓ એક પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડી કે શિવકુમારનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જો કે કોંગ્રેસના આ બંને નેતાઓના સમર્થકો વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે.બેંગલુરૂમાં સૌથી પહેલા સિદ્ધારમૈયાના ઘરની બહાર અને ત્યાર બાદ ડી કે શિવકુમારના સમર્થકોએ તેમને ભાવી મુખ્યમંત્રી બતાવતા પોસ્ટરો લગાવ્યા હતા. જો કે આ મામલે કોંગ્રેસના અગ્રણી નેતા તથા કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યો (CLP)ની એક બેઠક આજે સાંજે 6 વાગ્યે યોજાશે.  


CM પદના બંને દાવેદારોએ શું કહ્યું?


કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી 135 સીટો જીતીને સરકાર બનાવી રહી છે, ત્યારે રાજ્યનો મુખ્યમંત્રી કોણ બનશે તેની લઈને અવઢવની સ્થિતી જોવા મળી રહી છે. આ મુદ્દે સિદ્ધારમૈયાએ શનિવારે કહ્યું કે હાઈકમાન નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું મંતવ્ય જાણશે અને ત્યાર બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે. હાઈકમાન દ્વારા રાજ્યમાં નિરિક્ષકોને મોકલવામાં આવશે, અને યોગ્ય પ્રક્રિયા બાદ જ આ મામલે ચોક્કસ નિર્ણય લેવામાં આવશે. જ્યારે શિવ કુમારે પણ કહ્યું હતું કે હાઈકમાન ફોન કરશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે