કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું 'PM મોદી ઝેરીલા સાપ છે', વિવાદ વધતા ફેરવી તોળ્યું


  • Published By :
  • Published Date : 2023-04-27 19:24:38

કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ગુરૂવારે કહ્યું કે પીએમ મોદી એક ઝેરીલા સાપ જેવા છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જે તેને ચાટશે તે મરી જશે. અત્રે ઉલ્લેખનિય છે કે મલ્લિકાર્જુન ખડગે કર્ણાટક ચૂંટણી પ્રચાર અભિયાનમાં પોતાના મત વિસ્તારમાં જનમેદનીને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. 


હોબાળો થતા ખડગેએ સ્પષ્ટતા કરી


જો કે થોડા સમય બાદ તેમના આ નિવેદન બાદ હોબાળો મચી જતા મલ્લિકાર્જુન ખડગેએ બાદમાં સ્પષ્ટતા કરી હતી. મલ્લિકાર્જુન ખડગેએ તેમના આ નિવેદનને લઈ સફાઈ આપતા કહ્યું કે" નહીં, નહીં, મારો મતલબ પીએમ મોદીથી નહોતો પણ બીજેપીની વિચારધારાથી છે આ વિચારધારા સાપ જેવી છે. મેં આ નિવેદન મોદીને વ્યક્તિગત રૂપે ક્યારેય કહ્યું નથી. મેં કહ્યું હતું કે તેમની વિચારધારા સાંપ જેવી છે, અને જો તમે તેનો સ્પર્શ પણ કરો છો, તો તમારૂ મૃત્યું ચોક્કસ છે" 


CM બોમ્મઈએ આપ્યો જવાબ


કોંગ્રેસના પ્રમુખના નિવેદન અંગે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે "ખડગેના મનમાં જ ઝેર છે, તે પીએમ મોદી અને બીજેપી પ્રત્યે પૂર્વાગ્રહથી ગ્રસિત મગજ ધરાવે છે. આ પ્રકારની વિચારધારા હતાશાના કારણે આવે છે કેમ કે તે તેમની સાથે રાજનૈતિક રીતે લડવા માટે અસમર્થ છે, અને તે જોઈ રહ્યા છે કે તેમનું વહાણ ડૂબી રહ્યું છે, લોકો તેમને બોધપાઠ શિખવાડશે"



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે