Karnataka Exit Poll 2023: વિવિધ એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાની આશંકા, JDS બની શકે કિંગમેકર


  • Published By :
  • Published Date : 2023-05-10 20:29:17

કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું મતદાન સમાપ્ત થયું છે, રાજ્યની 224 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી ચૂંટણી માટે યોજાયેલું મતદાન આજે સાંજે સમાપ્ત થઈ ગયું છે, રાજ્યમાં આ વખતે  લગભગ વોટિંગ 66 ટકા નોંધાયું છે. કર્ણાટકની ચૂંટણીનાં પરિણામો 13 મેનાં રોજ જાહેર થવાનાં છે. જો કે મતદાન પૂરૂ થયા બાદ આવેલા એક્ઝિટ પોલમાં વિપક્ષ કોંગ્રેસને આગળ બતાવવામાં આવી રહ્યું છે. તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને આગળ બતાવવામાં આવી રહી છે. કેટલાક એક્ઝિટ પોલમાં કોંગ્રેસ પોતાની તાકાત પર સરકાર બનાવતી જોવા મળી રહી છે તો કેટલાક એક્ઝિટ પોલમાં તે બહુમતથી પાછળ છે. અલગ-અલગ એક્ઝિટ પોલના પરિણામો પર નજર કરીએ તો પણ કોંગ્રેસ આગળ છે. સત્તારૂઢ ભાજપને આ ચૂંટણીમાં મોટો ઝટકો લાગશે તેવું એક્ઝિટ પોલના અનુમાનો પરથી જાણવા મળી રહ્યું છે.


શું કહે છે એક્ઝિટ પોલના અનુમાનો?


(1)Times Now ETG Exit Poll Result:


કોંગ્રેસને બહુમતી મળી શકે છે, ભાજપને 78-92 બેઠકો મળી શકે છે Times Now ETG એ તેના એક્ઝિટ પોલમાં ભાજપને 78-92 બેઠકો મળવાની આગાહી કરી છે. તે જ સમયે, કોંગ્રેસને 106 થી 120 બેઠકો મળી શકે છે. આ એક્ઝિટ પોલમાં JDSને 20-26 બેઠકો મળવાની શક્યતા છે. બીજી તરફ અન્યના ખાતામાં બેથી ચાર બેઠકો જઈ શકે છે.


(2)ABP-C Voter Exit Poll: 


કોંગ્રેસ બહુમતની નજીક, 100થી 112 બેઠકો મેળવી શકે છે, ABP-C વોટરના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ બહુમતીની નજીક જોવા મળી રહી છે. પાર્ટીને 100 થી 112 સીટો મળી શકે છે. જ્યારે ભાજપને 83થી 95 બેઠકો મળવાની ધારણા છે. કોંગ્રેસને 41 અને ભાજપને 38 ટકા બેઠકો મળી શકે છે.


(3)ZEE-Matrize Exit Poll Result: 


કોંગ્રેસ છે સૌથી મોટી પાર્ટી, મળી શકે છે 103-118 સીટો ઝી ન્યૂઝના એક્ઝિટ પોલ અનુસાર કર્ણાટકમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. આંકડાઓ અનુસાર કોંગ્રેસને 103થી 118 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે ભાજપને 79થી 94 અને જેડીએસને 25થી 33 બેઠકો મળી શકે છે. 2 થી 5 બેઠકો અન્યના ખાતામાં જઈ શકે છે. ઝી ન્યૂઝના એક્ઝિટ પોલ અનુસાર જેડીએસની ભૂમિકા કિંગ મેકરની હોઈ શકે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે