અધિક માસ નિમિત્તે Kutchમાં સમુન્દ્ર કિનારે પ્રથમ વખત કરાયું કથાનું આયોજન, ધારાસભ્ય બન્યા કથાના વક્તા


  • Published By :
  • Published Date : 2023-08-04 16:39:02

આપણા હિંદુ ધર્મમાં પૂરૂષોત્તમ મહિનો એટલે કે અધિક મહિનાનું ખૂબ મહત્વ રહેલું છે. એવું પણ કહેવામાં આવે છે કે આ સમયે મંત્ર-જાપ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ મહિના દરમિયાન અનેક કથાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. તેમાં પણ જો કોઈ નદીના કિનારે કથાનું આયોજન કરવામાં આવે તો તેનું વિશેષ ફળ મળતું હોય છે. ત્યારે કચ્છમાં પ્રથમ વખત સમુદ્રના કિનારે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાની વિશેષતા એ હતી કે આ કથાનું રસપાન માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવેએ કરાવ્યું હતું. 


ધારાસભ્યએ કરાવ્યું કથાનું રસપાન 

અનેક લોકો કથાનું આયોજન કરાવતા હોય છે. પરંતુ કોઈ ધારાસભ્ય કથાનું આયોજન કરે તેવું ભાગ્યે જ જોવા મળતું હોય છે. ત્યારે કચ્છમાં પ્રથમ વખત સમુદ્રના કિનારે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જે માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવે દ્વારા કરાયું હતું. આ કથામાં અનેક ભાવિકો જોડાયા હતા અને 28 જેટલા દંપત્તિએ આ કથાનો લાભ લીધો હતો. આ કથાનું આયોજન રમણીય બીચ ખાતે કરવામાં આવ્યું હતું. પાંચમા અધ્યાયનું રસપાન ધારાસભ્યએ પોતે કરાવ્યો હતો. કથાનું રસપાન કરાવતી વખતે ધારાસભ્યે લોકોને ઉપદ્દેશ આપ્યો હતો. 


કથામાં 21 જેટલા સમુદાયના લોકોએ આપી હતી હાજરી 

પોતાના ધાર્મિક પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે "દરિયા કિનારે અધિક માસમાં કોઈપણ પ્રકારની પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા રહેલો ખાસ કરીને ભારતીય સનાતન સંસ્કૃતિમાં અધિક માસમાં પૂજાનું મહત્વ રહેલું હોય છે.  હાલમાં જી-20 નું પ્રતિનિધિત્વ પણ ભારત પાસે છે અને મુખ્ય ઉદેશ્ય પણ વસુદેવ કુટુંબકમની ભાવનાનો રહેલો છે.વિશ્વના કલ્યાણ અર્થે આ આયોજન કરવામાં આવ્યું હતું." વધુમાં તેમણે કહ્યું કે માંડવીના બીચ પર સમરસ સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે કે 21 સમાજના લોકો જેમાં વાલ્મિકી સમાજ, મહેશ્વરી સમાજ,જૈન સમાજ, બ્રાહ્મણ સમાજ, ક્ષત્રિય સમાજ, દર્જી સમાજ, સોલંકી સમાજ, જોગી સમાજ તમામ સમાજો તેમજ 28 જેટલા જોડલા જોડાયા હતા. અહીં પ્રસાદમાં આપવામાં આવેલી તુલસી અને બીલીપત્રના પાન જ મંદિરમાં જ્યારે ચડાવવામાં આવશે ત્યારે કોઈ પણ પ્રકારનો જ્ઞાતિભેદ રહેશે નહીં.

   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે