કવિરાજ પણ ચૂંટણી લડવાના મૂડમાં,ભાજપના ગઢમાંથી લડશે ચૂંટણી ?


  • Published By :
  • Published Date : 2022-11-07 12:50:48

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે અને હવે ગીત કલાકારો પણ એક બાદ એક રાજકીય પક્ષોમાં જોડાઈ રહ્યા છે.હવે આજે એવા સમાચારો પણ મળી રહ્યા છે કે રાજ્યના જાણીતા લોકગાયક જીગ્નેશ કવિરાજ પણ ચૂંટણી લડી શકે છે મહેસાણાની ખેરાલુ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે જીગ્નેશ કવિરાજ


અપક્ષ તરીકે નોંધાવશે ઉમેદવારી 

મૂળ ખેરાલુના જ જીગ્નેશ કવિરાજ ખેરાલુ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે. જીગ્નેશ કવિરાજ હાલ તો કોઇ પણ પક્ષ સાથે જોડાયેલા નથી અને તેઓ અપક્ષ તરીકે મહેસાણાની ખેરાલું વિધાનસભા ચૂંટણી લડી શકે છે. ખેરાલુ બેઠક પર અપક્ષ તરીકે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સામે તેઓ ટક્કર આપશે. લોકગાયક તરીકે તેમની લોકચાહનાને તેઓ મતમાં કેવી રીતે રુપાંતરીત કરી શકે છે તે હવે જોવાનું રહે છે.


ભાજપનો ગઢ રહી છે ખેરાલુ બેઠક

ખેરાલુ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. છેલ્લી ચાર ટર્મથી ભારતીય જનતા પાર્ટીનો આ બેઠક પર વિજય થયો છે. 2002માં રમીલાબેન દેસાઇ આ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટાઇ આવ્યા હતા. તે પછી ત્રણ ટર્મ (2002,2012, 2017)માં ભરતસિંહ ડાભી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટાઇ આવ્યા હતા. ભરતસિંહ ડાભી 2019ની લોકસભા ચૂંટણીમાં પાટણ બેઠક પર સાંસદ બનતા આ બેઠક ખાલી થઇ હતી અને પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં 2019માં પેટા ચૂંટણીમાં અજમલજી ઠાકોરનો વિજય થયો હતો.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે