ચૂંટણી પહેલા કેજરીવાલે કર્યો દાવો, કહ્યું ઈસુદાન, અલ્પેશ અને ગોપાલ મોટા માર્જિનથી જીતશે


  • Published By :
  • Published Date : 2022-11-28 13:15:29

ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આ વખતે ત્રણ પાર્ટી વચ્ચે જંગ જામવાનો છે. ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરવા આમ આદમી પાર્ટી પ્રયાસ કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આપનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આપના ત્રણ ઉમેદવારો ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથિરિયા માટે અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે આ ત્રણ ઉમેદવાર મોટા માર્જિનથી જીતવાના છે.

 

અરવિંદ કેજરીવાલે લખીને આપ્યું  

ગુજરાતમાં 2 તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે યોજાવાનું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી તારીખે થવાનું છે. જ્યારે આઠમી ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવવાનું છે. ત્યારે ગુજરાતમાં સરકાર બનાવવા દરેક પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથિરિયાને લઈ દાવો કર્યો છે જેમાં તેમણે કહ્યું કે આ ત્રણેય ઉમેદવાર મોટા માર્જિનથી જીતવાના છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે