આતુરતાનો આવ્યો અંત, કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ-1માં પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-03-27 13:33:41

વાલીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે. આજથી કેન્દ્રીય વિદ્યાલયની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે વાલીઓ તેમના બાળકને કેન્દ્રીય વિદ્યાલયમાં દાખલ કરવા માગે છે તેઓ kvsangathan.nic.in પર જઈને તેમના પ્રવેશ માટે નોંધણી કરાવી શકે છે. KVS ધોરણમાં પ્રવેશ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ 2023 છે.


પ્રવેશ માટેની શું છે પ્રક્રિયા? 


કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રથમ ધોરણમાં પ્રવેશ માટે લઘુત્તમ વય 6 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉંમર 31 માર્ચ 2023થી ગણવામાં આવશે. KVS વર્ગ 1 માં પ્રથમ કામચલાઉ પસંદગી અને પ્રતીક્ષા /યાદી 20 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવશે. જ્યારે, વર્ગ 2 માં પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા 3 એપ્રિલ 2023 ના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થશે, જે 12 એપ્રિલ 2023 ના રોજ સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે.


નોંધણી પૂર્ણ થયા બાદ, પ્રથમ કામચલાઉ યાદી 20 એપ્રિલે બહાર પાડવામાં આવશે. જેના પર 21મી એપ્રિલથી પ્રવેશ શરૂ થશે. બીજી તરફ જો બેઠકો ખાલી રહેશે તો બીજા અને ત્રીજા રાઉન્ડની યાદી 28 એપ્રિલ અને 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 11 સિવાયના અન્ય વર્ગોની નોંધણી પ્રક્રિયા 3 એપ્રિલથી 12 એપ્રિલ સુધી ચાલશે. જે ઓફલાઈન મોડમાં હશે. 



KVS વર્ગ-1 પ્રવેશ માટે આ રીતે થશે નોંધણી


1-સૌપ્રથમ KVSની સત્તાવાર વેબસાઇટ પર જાઓ

2-kvsonlineadmission.kvs.gov.in ની મુલાકાત લો.

3-KVSની સત્તાવાર વેબસાઇટમાં નોંધણી કરો.

4-પછી નોંધણી પૂર્ણ થયા પછી લોગિન કરો અને પ્રવેશ ફોર્મ ભરો.

5-આ પછી માંગેલા દસ્તાવેજો અપલોડ કરો.

6-પછી અરજી ફોર્મ તપાસો.

7-અરજી ફોર્મ સબમીટ કરો.

8-અરજીની રસીદની પ્રિન્ટ આઉટ કાઢો.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.