જગદીશ ઠાકોર અને નરેશ પટેલની બંધબારણે બેઠકથી અનેક તર્કવિતર્ક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 15:36:49

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો જે તે જાતિ,જ્ઞાતિ કે સમાજના આગેવાનોને પોતાના પક્ષમાં ખેંચવા માટે પ્રયાસો  કરી રહ્યા છે. સમાજના આગેવાનો કોઈ પણ પાર્ટીમાં જાય તો તેની સાથે તેમના સમાજના લોકો પણ તેમનું આંધળું અનુસરણ કરતા હોય છે. આ બાબતથી સારી રીતે વાકેફ રાજકીય પાર્ટીઓના નેતાઓ હાલ વિવિધ સામાજીક આગેવાનો સાથે બંધબારણે બેઠકો કરી રહ્યા છે.


ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે જગદીશ ઠાકોરની બેઠક 


ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે બંધ બારણે બેઠક કરતાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા આ બન્ને આગેવાનો વચ્ચે બેઠક થતા રાજકારણ ગરમાયું છે.  જો કે નરેશભાઈ પટેલની પ્રેસ કોંફરન્સમાં જણાવ્યું હતું કે, જગદીશ ઠાકોર સાથે કોઈ રાજકીય ચર્ચા થઈ નથી, તેમણે વધુમાં કહ્યું કે, અત્યારે આગેવાનો સાથે મારી ઓફિસમાં બેઠક ચાલતી હતી, તેમાં ફક્ત સામાજિક અને જૂની વાતો મિત્રતાની હોય તે જ થઈ છે. કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. જ્યારે રાજકીય ચર્ચાનો સમય આવશે ત્યારે હું આપને કહીશ. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, તમામ સમાજના લોકોને વસ્તી ગણતરી મુજબ ટિકિટ મેળવવાનો હક છે. આ દરમિયાન ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપતા કહ્યું છે કે તે કોંગ્રેસમાં જ રહેવાના છે. લલિત વસોયા ભાજપમાં જાય તેવી ચર્ચાએ જોર પકડતા ખોડલધામ મંદિરમાં વસોયાએ તેમનું વલણ સ્પષ્ટ કર્યું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે