કચ્છના અંજારમાંથી અપહરણ કરાયેલા યુવકનો જમીનમાં દાટેલો મૃતદેહ મળતા ચકચાર, 1.25 કરોડની ખંડણી માટે કરાઈ હત્યા


  • Published By :
  • Published Date : 2023-11-11 19:33:55

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી છે, તમામ મોટા શહેરોમાં લૂંટ, અપહરણ, બળાત્કાર, હત્યાની ઘટનાઓ વધી રહી છે. કચ્છના અંજાર શહેરમાં લાકડાના એક મોટા વેપારીના પુત્રનું આજથી 5 દિવસ અગાઉ અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ પુત્રને છોડાવવા માટે વેપારી પાસેથી 1.25 કરોડ જેટલી મોટી રકમની માગણી કરવામાં આવી હતી. જો કે આજે આ યુવાનની લાશ આદિપુર નજીક એક નિર્જન સ્થળેથી મળી આવતા સનસનાટી મચી ગઈ છે.


યુવાનના વીડિયોના આધારે પોલીસે કરી તપાસ


અપહરણ કરાયેલા 19 વર્ષીય  યશ તોમરે ચાર સેકન્ડનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે  ‘ફસ ગયા’ લખ્યું હતું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોના આધારે પોલીસે જે જગ્યાએ વીડિયો શૂટ કર્યો હતો તે જગ્યાથી તેનું બૂટ મળી આવ્યું છે. પોલીસે સતત બીજા દિવસે આદિપુરના પંચમુખી હનુમાન મંદિરથી લઈ SP ઑફિસ પાછળ આવેલી ઝાડીમાં સર્ચ ઓપરેશન ચાલું રાખ્યું હતું. મોડી સાંજે ઝાડીમાંથી યશનું બૂટ મળી આવ્યું હતું. જ્યાંથી બૂટ મળ્યું તેની નજીક ખાડો ખોદીને કંઈક દાટી દેવાયું હોવાનું ધ્યાને આવતાં ખુદ એસપી સાગર બાગમાર ઘટના સ્થળે દોડી ગયાં હતા. પોલીસને ઘટના સ્થળેથી યુવાનની દાટેલી લાશ પણ મળી આવતા ભારે ચર્ચા જાગી છે. યશ તોમરના મૃતદેહના ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવા માટેની પ્રકિયા હાથ ધરી છે. પૂર્વ કચ્છ પોલીસે મૃતદેહ બહાર કાઢી મૃતદેહને એફએસએલ માટે જામનગર મોકલવાની તજવીજ હાથ ધરી છે.પોલીસે આરોપીઓ સુધી પહોંચવા અલગ અલગ ટીમો બનાવી હતી. તેમજ અંજાર, આદિપુર, ગાંધીધામ એ-બી ડિવિઝન, એલસીબી, એસ.ઓ.જી.ની ટીમોએ આ વિસ્તારને ખુંદી નાખ્યો હતો. બાદમાં પોલીસે બે શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.


કઈ રીતે થયું અપહરણ?


અંજારના મેઘપર બોરીચીની મંગલમ્ રેસિડેન્સીમાં રહેતા 19 વર્ષિય યુવક યશ તોમરનું સવારે કોલેજ જવા દરમિયાન રસ્તામાંથી અપહરણ થયું હતું. અપહરણ કરનારી ગેંગે અજાણ્યા નંબર પરથી તેને છોડાવવા માટે મુંબઈ આવી સવા કરોડ રૂપિયા આપી જવા  યશની માતાને ફોન કર્યો હતો. અપહરણ અને ખંડણીની ઘટનાના પગલે યશના માતાએ મોડી રાત્રે 11 વાગ્યે અંજાર પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. યશના અપહરણ સમયે યશના પિતા સંજીવકુમાર તોમર ધંધાના કામથી દિલ્હીમાં હતા. યશના પિતા સંજીવ કુમાર અંજારમાં ટીમ્બરના વેપારી અને બ્રોકર છે. બનાવની જાણ થતાં તેઓ દિલ્હીથી પરત આવી ગયાં હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે