કિરણ પટેલની થઈ રહી છે સઘન પૂછપરછ, બેંક એકાઉન્ટની વિગતો સહિત અનેક વસ્તુઓ કરાઈ જપ્ત!


  • Published By :
  • Published Date : 2023-04-12 10:57:51

નકલી પીએમો અધિકારી બની બેઠેલા મહાઠગ કિરણ પટેલની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસે કિરણ પટેલની ધરપકડ કરી હતી. તે ઉપરાંત કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. થોડા સમય પહેલા માલિની પટેલની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી લીધી હતી. ત્યારે થોડા દિવસો પહેલા જમ્મુ-કાશ્મીરથી મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર કિરણ પટેલના બેંક એકાઉન્ટની ડિટેલ, સ્ટેમ્પ, જગદીશ ચાવડાના ઘરની ચાવી સહિત અનેક ચીજ વસ્તુઓ કબજે કરી લેવામાં આવી છે. 


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી હતી માલિની પટેલની ધરપકડ

જમ્મુ-કાશ્મીર પોલીસે થોડા સમય પહેલા નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલની ધરપકડ કરી લીધી હતી. અમદાવાદ ખાતે લાવવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જમ્મુ-કાશ્મીર ગઈ હતી અને બાય રોડ કિરણ પટેલને અમદાવાદ લાવાયો હતો. કિરણ પટેલ અને તેની પત્ની પર અનેક આરોપો લાગ્યા છે. માજી મંત્રીના ભાઈનો સિંધુભવન રોડ પર આવેલા બંગલોને પચાવી પાડવાની ફરિયાદ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ નોંધાઈ છે. કિરણ પટેલની પત્ની માલિનીની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ ખાતે લવાયેલા કિરણ પટેલની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.     

 

બેંક એકાઉન્ટમાંથી મળી ચોંકાવનારી વિગતો! 

ત્યારે મળતી માહિતી અનુસાર કિરણ પટેલના ઘરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. મહાઠગના ઘરેથી અનેક વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. બેંક એકાઉન્ટની ડિટેલ, સ્ટેમ્પ, જગદીશ ચાવડાના ઘરની ચાવી સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. બેંકની વિગતો મળી આવતા અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જ્યારે બેંક એકાઉન્ટ  અંગે તપાસ કરાતા સામે આવ્યું કે થોડા વર્ષો પહેલા કિરણ પટેલના ખાતામાં એટલા પૈસા પણ ન હતા કે તે બંગલો ખરીદી શકે. આઈટી રિટર્ન પણ ભરતા ન હતા. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે