જાણો Chhotaudepur Loksabhaના ઉમેદવાર Jashubhai Rathva જેમણે ગીતાબેન રાઠવાનું પત્તુ કાપ્યું,


  • Published By :
  • Published Date : 2024-03-14 12:23:38

ભાજપ દ્વારા ગઈકાલે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી. ગુજરાતની 7 બેઠકો માટે ભાજપે ઉમેદવારના નામ જાહેર કર્યા જેમાંથી અનેક નવા ચહેરાઓ હતા. અનેક વર્તમાન સાંસદોની ટિકીટ આ વખતે બીજેપીએ કાપી છે. છોટા ઉદેપુરમાં નવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. છોટા ઉદેપુરમાં ભાજપના સાંસદ હતા ગીતા બેન રાઠવા પરંતુ ભાજપે તેમનું પત્તું કાપ્યું છે અને જસુભાઈ રાઠવાને ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે જાણીએ છોટા ઉદેપુરના ભાજપના ઉમેદવાર વિશે... 

ભાજપે છોટા ઉદેપુર માટે જસુભાઈ રાઠવાને આપી ટિકીટ

છોટા ઉદેપુરમાં ભાજપે ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવાની પસંદગી કરી છે. 10મી એપ્રિલ 2023એ જશુભાઈ રાઠવા સી.આર.પાટીલને પદ અને જવાબદારીમાંથી મુક્ત થવા માટે રાજીનામું આપી દે છે અને 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ તેમને ઉમેદવાર તરીકે પસંદ કરે છે. એવી વ્યક્તિ જે પક્ષને છોડી જતા રહ્યા છે તેમને ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવે છે! તેમના રાજીનામાનો ફોટો પણ સામે આવ્યા છે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા નારણ રાઠવાએ પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો પાર્ટી મને મોકો આપશે તો હું લોકસભા ચૂંટણી લડીશ.


કોંગ્રેસ કોને આપશે ટિકીટ તે એક પ્રશ્ન!      

જસુભાઈ રાઠવાનો બીજો એક પરિચય એ પણ છે કે 2017માં જસુભાઈ છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ રાઠવા સામે ચૂંટણી લડ્યા હતા. જોકે, રસાકસી વચ્ચે તેમની હાર થઈ હતી. 2019માં લોકસભાની ટિકિટ માંગી હતી પરંતુ ગીતાબેન રાઠવાને 2019માં ટિકિટ મળી હતી. પરંતુ આ વખતે 2024માં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. છોટા ઉદેપુરમાં ભાજપે એવા ઉમેદવારને ટિકીટ આપી છે જે થોડા મહિના પહેલા પોતાની જવાબદારીમાંથી રાજીનામું આપી ચૂક્યા હતા. હવે જોવું રહ્યું કે કોંગ્રેસ તરફથી કોણ ઉમેદવાર હશે. અનેક નામોની ચર્ચા થઈ રહી છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે