જાણો ક્યારે થશે હોલીકાદહન? ક્યારે ભરવી પૂનમ? શા માટે છાણાનો કરાય છે ઉપયોગ?


  • Published By :
  • Published Date : 2023-03-06 09:05:14

ફાગણ સુદ પૂનમના દિવસે આપણે ત્યાં હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતુ આ વખતે હોળી ક્યારે પ્રગટાવવી તે અંગે અસમંજસ છે કારણ કે પૂનમ 6 માર્ચ અને 7 માર્ચના રોજ છે. પરંતુ હોળીકા દહન સાંજના સમયે કરવામાં આવે છે જેને કારણે 6 માર્ચ સાંજે હોળીકા દહન કરવામાં આવશે. પરંતુ પૂનમની ઉદિત તિથી મંગળવારે છે.  જેને કારણે ભરવા વાળી પૂનમ મંગળવારે થશે. 

Holi 2023: When Is Holi 7 Or 8 March? Note The Correct Date And Auspicious  Time Of Holika Dahan | Holi 2023: હોળી 7 કે 8 માર્ચ ક્યારે છે? હોલિકા દહનની  સાચી તારીખ અને શુભ સમય નોંધો

ક્યારે કરવું હોળીકાદહન?

હિંદુ ધર્મમાં તિથીને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. સૂર્યોદય બાદ આપણે તિથી માન્ય રાખીએ છીએ.તિથીની વાત કરીએ તો સામાન્ય સંજોગોમાં સવારથી જો પૂનમ હોય તો તે જ દિવસે હોળીકા દહન કરવું જોઈએ. ઉપરાંત સૂર્યાસ્તના સમયે જ્યારે ભદ્રા ન હોય ત્યારે હોળીકાદહન કરી લેવું જોઈએ. ભદ્રા એક કરણનું નામ છે અને તિથીના અડધા ભાગને કરણ કહેવાય છે. જો બે દિવસે પ્રદોષ સમયે પૂનમ હોય તો બીજા દિવસે હોળીકા દહન કરવું જોઈએ. જો પહેલા દિવસે જ્યારે પૂનમ થતી હોય અને બીજા દિવસે સાંજ સુધી પૂનમ ન હોય તો બીજા દિવસે સાડા ત્રણ પ્રહર એટલે કે સાંજ સુધી પૂનમ હોય અને સૂર્યાસ્ત પછી એકમ થતી હોય તો બીજા દિવસે હોળી પ્રગટાવવી જોઈએ. જો બીજી દિવસે સૂર્યાસ્ત પછી પૂનમ ના હો. અને પહેલા દિવસે મધ્યરાત્રી પહેલા ભદ્રા સમાપ્ત થાય પછી હોળી પ્રગટાવવી જોઈએ. 



શા માટે હોળીકા દહનમાં કરાય છે ગાયના છાણાનો ઉપયોગ  

હોળી પ્રગટાવવા માટે છાણાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ગાયના છાણાના અનેક ફાયદા છે. ગાયનું છાણ ઓષધી તરીકે કામ કરે છે. તેમાં ઘણા તત્વો હોય છે જે હાનિકારક જંતુઓને સમાપ્ત કરવામાં મદદ કરે છે. ધુમાડાની વાત કરવામાં આવે તો હોળીમાંથી નીકળતો ધુમાડો વાતાવરણને શુદ્ધ કરે છે. વાતાવરણમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ થાય છે. જો ધાર્મિક મહત્વની વાત કરીએ તો છાણામાંથી નીકળતા ધૂમાડાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. ગાયના છાણાને ખુબ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે છાણાનો હોળીકા દહનમાં ઉપયોગ  કરવાથી કુંડળીમાં અકાળ મૃત્યુ જેવા અથવા કોઈ પણ બીમારી સાથે જોડાયેલાં દોષ દૂર થાય છે. એવી પણ માન્યતા છે કે ગાયના છાણાને સળગાવવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે. ગાયના છાણ સાથે કપુરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કપુરને સળગાવાથી પણ વાતાવરણ શુદ્ધ થાય છે.     




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે