જાણો શા માટે 26 જાન્યુઆરીના રોજ ઉજવાય છે ગણતંત્ર દિવસ? ક્યારે તૈયાર કરાયું હતું સંવિધાન?


  • Published By :
  • Published Date : 2023-01-26 14:50:15

26મી જાન્યુઆરીના દિવસે આપણે ગણતંત્ર દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ. 26 જાન્યુઆરીના દિવસે સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું જેને કારણે ભારત લોકતાંત્રિક દેશ બન્યું હતું. ભારતનું  સંવિધાન દુનિયાનું લાંબુ હસ્તલિખીત સંવિધાન છે. આપણા સંવિધાનની પુસ્તકને કે ગેસ ચેમ્બરમાં સાચવીને રાખવામાં આવી છે.  

भारत का संविधान


1949માં સંવિધાન અપનાવાયું  

15 ઓગસ્ટ 1947માં ભારત દેશ આઝાદ થયો હતો. પરંતુ ભારતનું સંવિધાન 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. આ વર્ષે દેશ 74મો ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. 1947માં આઝાદી મળ્યા બાદ સંવિધાન નિર્માણની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. 1949ના રોજ સંવિધાનને અપનાવામાં આવ્યું હતું.   

भारत का संविधान


26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરાયું સંવિધાન 

નવેમ્બર 1949માં સંવિધાન સભાએ સંવિધાનને અપવાની લીધું હતું. પરંતુ પ્રશ્ન એ થાય કે જો સંવિધાન નવેમ્બરમાં અપનાવામાં આવ્યું હતું તો જાન્યુઆરીમાં લાગુ કેમ કરવામાં આવ્યું? તો જવાબ એ છે કે 26 જાન્યુઆરી 1930ના રોજ કોંગ્રેસે ભારતને પૂર્ણ સ્વરાજ ઘોષિત કરી લીધું હતું. આ દિવસને યાદ કરવા 26 જાન્યુઆરી 1950માં સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું. સંવિધાન લાગુ કરવામાં આવતા ભારત લોકતાંત્રિક દેશ બની ગયો હતો.     


વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવેલા ચેમ્બરમાં સચવાયું છે સંવિધાન

ભારતનું સંવિધાન હસ્તલિખિત સંવિધાન છે જેને કારણે બીજા બધા દેશો કરતા સંવિધાન અલગ છે. મૂળ કૃતિમાં સંવિધાનના દરેક પાનામાં સોનાની પાંદડી વાળી ફ્રેમ છે. હાથથી બનેલા કાગળો પર સંવિધાન લખવામાં આવ્યું હતું. સંવિધાનની મૂળભૂત કૃતિને સાચવવા વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. 90ના દાયકાથી સંવિધાનની મૂળ કૃતિને સંસદભવનના પુસ્તકાલયમાં વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવેલા ચેમ્બરમાં પુસ્તકને સુરક્ષિત રાખવામાં આવી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે