અમદાવાદના નરોડામાં કન્સ્ટ્રક્શન સાઈટ પર માટી ધસી પડતા ત્રણ શ્રમિકોના મોત, પોલીસે હાથધરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-09-10 14:07:25

અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ભયાનક દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા છે. નરોડામાં આવેલી ફોર્ચ્યુન કન્સ્ટ્રક્શન સાઈટ પર માટી ધસી પડતા 1 મહિલા સહિત 3 શ્રમિકના મોત નીપજ્યા. છે. રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન એમ્પાયર બાંધકામ સાઇટ પર ગઇકાલે રાત્રે પડેલા વરસાદને કારણે માટી ધસી પડી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે. નરોડાની ફોર્ચ્યુન એમ્પાયર બાંધકામ સાઇટ પર આ દુર્ઘટના ઘટી હતી. બાંધકામ કરતી વખતે માટી ધસી પડતા શ્રમિકો દટાયા હતા. જેમા સારવાર દરમિયાન ત્રણેય શ્રમિકોના મોત નીપજ્યા છે. મૃત્યુ પામેલા ત્રણેય શ્રમિકો રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી હતા. આ ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી. 


પોલીસે ઘટના અંગે કાર્યવાહી શરૂ કરી


નરોડાની ફોર્ચ્યુન એમ્પાયર બાંધકામ સાઇટ પર કામ કરતા અન્ય મજુરોએ ઘટનાની જાણ કરતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.  પોલીસના જણાવ્યા પ્રમાણે દુર્ઘટનાને પગલે ઘટનાસ્થળ પર દોડાદોડી મચી ગઈ હતી. અન્ય મજૂરોએ તેમનુ કામ અટકાવી દઈ માટી નીચે દટાયેલા શ્રમીકોને બચાવવાના પ્રયાસ કર્યા હતા. જો કે ગૂંગળાઈ જવાને કારણે ત્રણ શ્રમિકના મોત નિપજ્યા હતા. પોલીસે ઘટના અંગે કાર્યવાહી શરૂ કરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે