પુત્રી રોહિણી આચાર્ય લાલુ યાદવને કિડની આપશે, સિંગાપુરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે


  • Published By :
  • Published Date : 2022-11-10 16:11:21

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પુત્રીએ તેના પિતાને કિડની દાન કરવાનો નિર્ણય કર્યો છે. લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ કહ્યું કે હા, એ વાત સાચી છે કે હું ડેસ્ટિનીનું બાળક છું અને મારા પિતાને મારી કિડની આપીને મને ખૂબ ગર્વ છે. અત્રે ઉલ્લેખનિય છે કે અનેક બીમારીઓ સામે લડી રહેલા લાલુનું સિંગાપુરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થવાનું છે. આવી સ્થિતિમાં રોહિણી આચાર્યએ આગળ આવીને તેના પિતાની મદદ કરવાનો નિર્ણય લીધો છે.


સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે


લાલુ યાદવ સિંગાપોરમાં કેટલીક જરૂરી તપાસ કરાવી પરત ફર્યા હતા. જો કે હવે તે કોર્ટની મંજુરી મળ્યા બાદ ફરી સિંગાપોર જશે. સિંગાપોરમાં હાલ રજાઓ ચાલી રહી હોવાથી 74 વર્ષીય લાલુ યાદવની સારવાર થઈ શકી નહોતી.  હવે પુત્રી કિડની આપતી હોવાથી લાલુ યાદવનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થઈ શકશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે