ગાઝિયાબાદની કોર્ટમાં દીપડો ઘુસતા નાસભાગ મચી, કેટલાક લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-02-08 18:32:52

દિલ્હીની નજીક આવેલા ગાઝિયાબાદના કોર્ટ પરિસરમાં એ સમયે અચાનક નાસભાગ મચી ગઈ જ્યારે લોકોએ કોર્ટ પરિસરમાં દીપડાને જોયો. આ દરમિયાન લગભગ અડધો ડઝન લોકો ઘાયલ પણ થયા છે. આ વાતની જાણ કોર્ટ પરિસરમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી અને વકીલોએ પણ પોતાની ચેમ્બરો બંધ કરી દીધી હતી. 


પોલીસકર્મીઓ ઉપરાંત એક મહિલા ઘાયલ


કોર્ટના સ્ટાફે જીવ બચાવવા માટે કોર્ટના અન્ય દરવાજા પણ બંધ કરી દીધા હતા. દીપડો ઘુસી આવ્યો તે અંગે સ્થાનિક પોલીસ અને વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. હાલ વન વિભાગની ટીમ દીપડાને પકડવા પ્રયાસ કરી રહી છે. દીપડા દ્વારા ઘાયલ થયેલા લોકોમાં પોલીસકર્મીઓ ઉપરાંત એક મહિલા, તથા એક જૂતા પોલિશ કરનારાનો સમાવેશ થાય છે.


દીપડો પકડવા ટીમો કામે લાગી


વન વિભાગની ટીમ કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ છે. 12 જેટલા લોકો જાળી અને પાંજરા લઈને આવ્યા છે. હાલમાં મુખ્ય કોર્ટ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પરની લોખંડની ચેનલ બંધ છે. કોર્ટ સ્ટાફ, કર્મચારીઓ, વકીલો અને અન્ય લોકો બિલ્ડીંગની બહાર નીકળી ગયા છે. બિલ્ડિંગમાં હજુ સુધી કોઈ પ્રવેશ્યું નથી. આ બિલ્ડીંગમાં ઉપરના માળે દીપડો હોવાનું કહેવાય છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે