ચલો શિક્ષણ માટે સકારાત્મક બનીએ, શિક્ષણને રાજકીય અખાડો ન બનાવીએ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 15:19:48

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. દરેક પાર્ટી પોતાના મુદ્દાઓ પર પ્રચાર કરી રહી છે. ત્યારે આ વખતે ગુજરાતમાં ચૂંટણી માટે ઉતરેલી આમ આદમી પાર્ટી શિક્ષણના મુદ્દે પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહી છે. પ્રચારના થોડા સમય દરમિયાન આપ પોતાના મુદ્દાઓથી ભટકી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ ફરી એક વખત આપ educationની પીચ પર ચૂંટણીને લઈ જઈ રહ્યું છે. 

સ્કુલ ઓફ Excellenceની શરૂઆત 

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્કુલ ઓફ Excellenceની શરૂઆત કરાવી હતી. ત્યારે તેને લઈને પણ વિવાદ સર્જાયો હતો. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા એકદમ નબડી છે. પરંતુ આ વાત એકદમ સાચી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અનેક શાળા બનાવી છે. 

pm narendra modi gujrat visit sitting with students during School of  Excellence inaugurtion in gandhi nagar - अचानक क्लास में 'पढ़ते' दिखे पीएम  मोदी, स्कूल ऑफ एक्सीलेंस मिशन की शुरुआत

વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે....

CM takes surprise visit to a primary school at Jaswantgadh Bhemal village in  Danta taluka of Banaskantha district

CM Narendra Modi goes to school with homework done


વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા તે દરમિયાન કન્યા કેળવણી તેમજ શિક્ષણ પર વધારે ધ્યાન આપતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે પ્રવેશોત્સવની પણ શરૂઆત કરી હતી, જે બાદ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાતમાં અંદાજીત 11,960 જેટલી શાળાઓ છે. જેમાંથી અંદાજીત 1115 શાળાઓ સરકારી શાળાએ છે. ઉપરાંત ગુજરાતમાં 30 સ્ટેટ યુનિવર્સિટી છે, એક સેન્ટ્રલ યુનિવર્સિટી છે જ્યારે 3 જેટલી યુનિવર્સિટી ડિમ યુનિવર્સિટી છે અને 41 પ્રાઈવેટ યુનિવર્સિટી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળતા હતા તે સમયે તેમણે અનેક વખત શાળાની મુલાકાત લીધી હતી. દિલ્હીમાં અંદાજીત 1050 જેટલી શાળાઓ આવેલી છે. આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી અનેક સ્કુલો બનાવામાં આવી છે.  આ છે દિલ્હી મોડલ


આપે કર્યા ભાજપ પર પ્રહાર

હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ભાજપ અને આપ વચ્ચે હમેશાં શાબ્દિક પ્રહાર અથવા તો ટ્વિટર વોર ચાલતું રહે છે ત્યારે ફરી એક વખત આમ આદમી પાર્ટીએ શિક્ષણના મુદ્દાને લઈ ભાજપ પર નિશાન સાધ્યું છે.  

શિક્ષણની વાતો રાજકીય અખાડો ન બની જાય

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા અનેક મુદ્દાઓ ઉઠી રહ્યા છે. ત્યારે બીજા મુદ્દાઓ ભૂલી રાજકારણ શિક્ષણ પર થઈ રહ્યું છે તે સારી વાત છે. ત્યારે એટલી વાત જ કહેવી છે કે દરેક રાજ્યની પોતાની સિદ્ધિઓ તેમજ પોતાની ત્રુટીઓ હોય છે, અમે અપેક્ષા રાખીએ કે આ વાતો રાજકીય અખાડાનો દાવ માત્ર ના બની રહે પણ હકીકતે બન્ને એકબીજા પાસેથી શીખે. ચલો શિક્ષણ માટે સકારાત્મક બનીએ. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે