જૂનાગઢઃ પ્રારંભ પહેલા 4 લાખ શ્રદ્ધાળુઓએ લીલી પરિક્રમા પૂર્ણ કરી


  • Published By :
  • Published Date : 2022-11-05 15:19:49

જૂનાગઢ ખાતે ગીરનારની લીલી પરિક્રમાનો ગઈકાલે સત્તાવાર રીતે શુભારંભ થઈ ગયો છે.  જૂનાગઢના સાધુ-સંતોએ રિબિન કાપી શ્રીફળ વધેરી અને પરિક્રમાની વિધિવત રીતે શરૂઆત કરાવી હતી. ચૂંટણીની કામગીરીના કારણે કોઈ સરકારી અધિકારી આ કાર્યક્રમમાં હાજર નહીં રહી શક્યું. જોકે ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતાના કારણે કોઈ રાજકીય નેતાઓ પણ હાજર નહોતા રહી શક્યા. 


લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ

જૂનાગઢ ભવનાથના મહંત હરિગીરી બાપુ અને મહંત મહેન્દ્રગીરી બાપુ સહિતના સંતોએ શ્રીફળ ફોડીને લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો. ગીરનારની પરિક્રમામાં લગભગ 10 લાખ જેટલા લોકો ભાગ લેતા હોય છે ત્યારે પરિક્રમાની વિવિવત શરૂઆત પહેલા જ 4 લાખ લોકોએ 36 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. 

શું તમે જાણો છો ગિરનારની લીલી પરિક્રમા વિષે? વાંચો તેની કેટલીક અજાણી વાતો.  | Dharmik Topic

આ વખતે લીલી પરિક્રમામાં હજુ પણ ઘણા શ્રદ્ધાળુઓ આવશે ત્યારે વિશેષ વ્યવસ્થાઓ પોલીસ અને કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવી છે. કોરોના બાદ પહેલીવાર જંગી પરિક્રમાનો લાખો લોકો ભાગ લેશે. સુરક્ષા અને વ્યવસ્થા માટે પોલીસે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરી રાખી છે. આ વખતે પહેલીવાર ગાદલીની વ્યવસ્થા રાખવામાં આવી છે, જે વ્યક્તિ બીમાર હોય તેના માટે દવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. લોકોને ચાલવામાં અગવડ ના પડે તેના માટે લાઈટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે