દારૂબંધી કાયદાના ફરી ઉડ્યા ધજાગરા, Suratમાં આવી રીતે કરાતી હતી દારૂની હેરફેરી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-11 14:58:14

ગુજરાતમાં અનેક એવા કાયદા, અનેક યોજનાઓ છે જે માત્ર કાગળ પર જ દેખાતી હશે. કાગળ પર કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ હશે પરંતુ વાસ્તવિક્તા આપણે જાણીએ છીએ. તેવી જ રીતે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. જે રાજ્યમાં દારૂબંધી હોય તે રાજ્યમાં દારૂ કેવી રીતે મળે... પરંતુ  આ તો ગુજરાત છે, અહીંયા લોકો જુગાડ કરીને પણ દારૂની વ્યવસ્થા કરી લેતા હોય છે. ત્યારે દારૂ સપ્લાય કરનારા બુટલેગરો બેફામ બન્યા છે. અનેક વખત દારૂનો જથ્થો પકડાય છે. 


પ્લાસ્ટીકની થેલીઓમાં ભરી વેચાતો હતો દારૂ  

ત્યારે આજે પણ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો છે સુરતમાંથી. બાતમીના આધારે જિલ્લા એલ સીબીએ મોડી રાત્રે ઓલપાડના માસમા ગામની એક સોસાયટીમાં દરોડા પાડ્યા અને દારૂની બોટલો નહીં પરંતુ પ્લાસ્ટીકની થેલીમાં બાંધેલો દારૂ મળી આવ્યો. પોલીસે કુલ 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને જે આરોપી છે તે રાજસ્થાનનો છે તેવી માહિતી સામે આવી છે. ગઈકાલે પણ મહીસાગરથી દારૂનો મોટો જથ્થો પકડાયો હતો. સ્કૂલની બસના માધ્યમથી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. 


અમદાવાદથી પણ સામે આવ્યા છે આવા સમાચાર

મહત્વનું છે કે થોડા દિવસો પછી 31 ડિસેમ્બર આવી રહી છે. આ દિવસે અનેક લોકો પાર્ટી-શાર્ટી કરતા હોય છે. આ સમયગાળા દરમિયાન પોલીસ, એલસીબી સહિતની ટીમો સતર્ક થઈ જતી હોય છે. 31 પહેલા પણ અનેક જગ્યાઓથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. અમદાવાદના બાવળામાંથી એસીડના ટેન્કરમાંથી દારૂ ઝડપાયો હતો. મહત્વનું છે કે અવાર-નવાર પકડવામાં આવતા દારૂના જથ્થાઓ પરથી નથી જ લાગતું કે ગુજરાતમાં દારૂબંધી હોય. જો તમને લાગતું હોય તો    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે