લ્યો બોલો! એમ્બ્યુલન્સમાં દારૂની તસ્કરી, ચિલોડા પોલીસે રાજસ્થાન પાસિંગની એમ્બ્યુલન્સમાંથી ઝડપ્યો દારૂ


  • Published By :
  • Published Date : 2023-08-15 21:22:24

ગુજરાતમાં દારૂબંધીના કાયદાની લગભગ દરરોજ ફજેતી થતી જોવા મળે છે. રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવામાં આવે છે તેમ છતાં દારૂની તસ્કરી બેરોકટોક થઈ રહી છે. રાજ્યમાં દારૂબંધીની વાતો વચ્ચે બુટલેગરો દ્વારા દારૂની તસ્કરી માટે અવનવા પ્રકારની જ યુક્તિઓ અપનાવવામાં આવી રહી છે. પોલીસને શંકા ન જાય તે માટે  બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે ફાયર બ્રિગેડની ગાડી કે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમ કે ગાંધીનગરની ચિલોડા પોલીસે એમ્બ્યુલન્સ વાનમાંથી દારૂ ઝડપ્યો હતો. બુટલેગરોની આ મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ અચંબિત થઈ ગઈ છે.


એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી


ગાંધીનગરની ચિલોડા પોલીસે એમ્બ્યુલન્સ વાનમાંથી દારૂ ઝડપ્યો હતો. ચિલોડા હિંમતનગર હાઇવે પર છાલા ગામ નજીક આવેલી હોટેલ પરથી દારૂનો જથ્થો મળ્યો હતો. રાજસ્થાન પાસિંગની બંધ એમ્બ્યુલન્સ વાનના ચેકિંગમાં ચિલોડા પોલીસને દારૂનો જથ્થો મળી આવ્યો હતો. છાલા ગામ નજીક આવેલી કનના માતાજી હોટેલ ઉદયપુર ઢાબા પાસે બંધ એમ્બ્યુલન્સમાંથી 68,640ની કિંમતનો દારૂ ઝડપાયો હતો. સ્વતંત્રતા દિવસને લઈ હોટેલ અને ઢાબાઓમાં ચેકીંગ શરૂ કરતા પોલીસે દારૂનો આ જથ્થો ઝડપ્યો હતો. પોલીસે દારૂની જથ્થો જપ્ત કરી એમ્બ્યુલન્સ વાનના માલિક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે