લાખોના ખર્ચે દિવાલો પરથી હટાવાશે રાજકીય પાર્ટીના લોગો,AMCનો નિર્ણય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 10:20:24

થોડા મહિનાઓ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. પોતાની પાર્ટીનો પ્રચાર કરવા રાજકીય પક્ષોએ જાહેર સ્થળો પર તેમજ શહેરની દિવાલોને પર પાર્ટીના ચિન્હોથી ચિતરી નાખી છે. ત્યારે હવે આ ચિન્હોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે માટે અંદાજીત 70 લાખનો ખર્ચ કરવામાં આવવાનો છે. જો ફરી વખત દિવાલો પર પાર્ટીના ચિન્હો દોરવામાં આવશે તો AMC તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

 અનેક દિવાલો પર જોવા મળે છે રાજકીય પાર્ટીના ચિન્હો

પોતાની પાર્ટીનો પ્રચાર કરવા માટે રાજકીય પક્ષો અનેક જગ્યાઓ પર હોર્ડિંગ્સ લગાડતા હોય છે. બિલ્ડિંગો પર તેમજ રિક્ષા પાછળ અનેક પક્ષોના પોસ્ટર જોવા મળે છે. ત્યારે પ્રચાર માટે દિવાલો તેમજ સરકારી મિલક્તોની દિવાલ પર પાર્ટીનો ચિન્હો જોવા મળે છે. દિવાલો પરથી પક્ષોના ચિન્હોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Lotus, hand, broom – Ahmedabad walls are at war. Residents unhappy


AMC કરી રહી છે લોગો હટાવવાની કામગીરી

ચિન્હોને હટાવવામાં અંદાજીત 70 લાખનો ખર્ચ કરવામાં આવશે. તે માટે દરેક ઝોનમાં 10 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જગ્યા પરથી ચિન્હ હટાવવામાં આવ્યા છે જો ત્યાં ફરીથી ચિન્હો ચિતરવામાં આવશે તો તેમની સાથે કાર્યવાહી કરવામાં આવશે.





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે