બે વાગ્યા સુધી લોકસભા તેમજ રાજ્યસભાને કરાઈ સ્થગિત, રાહુલ ગાંધી અને અદાણી મુદ્દાને લઈ થયો હતો હોબાળો


  • Published By :
  • Published Date : 2023-03-20 12:28:33

હાલ સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોઈને કોઈ મુદ્દે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હોય છે. આજે ફરી એક વખત બપોરના બે વાગ્યા સુધી લોકસભા તેમજ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ભારે હોબાળાને કારણે માત્ર અમુક મિનીટોની અંદર જ સદનને સ્થગિત કરવાની ફરજ પડી હતી.

 

બપોરના બે વાગ્યા સુધી બંને ગૃહો કરાયા સ્થગિત 

દેશના અનેક મુદ્દાઓને લઈ સંસદમાં ચર્ચા કરાતી હોય છે. હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. પરંતુ અદાણી તેમજ રાહુલ ગાંધીના ભાષણ સિવાય સાંસદો પાસે કોઈ મુદ્દો ન હોય તેવું લાગી રહ્યું છે. આ મુદ્દાઓને લઈ ભારે હંગામો કરવામાં આવી રહ્યો છે. ભાજપ રાહુલ ગાંધી માફી માગે તે વાતને લઈ અડગ છે અને આ વાતને લઈ હોબાળો કરી રહ્યું છે તો વિપક્ષ અદાણી મુદ્દાને લઈ જેસીપી તપાસની માગ કરી રહી છે. આ બે મુદ્દાને લઈ હોબાળો સંસદમાં કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે આ હોબાળાની અસર સંસદની કાર્યવાહી પર પડી રહી છે. શુક્રવારે હોબાળાને કારણે સોમવાર સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી પરંતુ આજે  જ્યારે સત્ર શરૂ થયું તેની થોડી મિનિટોની અંદર જ બપોરના બે વાગ્યા સુધી લોકસભા તેમજ રાજ્યસભાને સ્થગિત કરવામાં આવી છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે