Loksabha Election : BJPએ તો ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી પરંતુ Congress ક્યારે કરશે? સાંભળો આને લઈ Shaktisinh Gohilએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-03-04 11:18:52

લોકસભા ચૂંટણીને લઈ ભાજપ એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. શનિવારે ભાજપે 195 ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દીધી છે. 195માંથી ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોની ઘોષણા કરી દેવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન છે અને આમ આદમી પાર્ટીએ ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે કોંગ્રેસ પોતાના 24 ઉમેદવારોના નામની યાદી ક્યારે જાહેર કરશે? આ વાતનો જવાબ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આપ્યો છે. આવનાર થોડા દિવસોની અંદર ઉમેદવારોના નામની જાહેરાત થશે તેવી વાત તેમણે કહી છે. સંભવિત ઉમેદવારોના નામની વાત કરીએ તો કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર લોકસભા ચૂંટણી લડી શકે છે. તે સિવાય સંભવિત નામોની ચર્ચા કરી તો ડો. યોગેશ મેત્રક, ભરત મકવાણા અને રત્નાબેન વોરાનું નામ આ પેનલમાં સામેલ છે.

    

આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી!

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાતની 26 બેઠકો માટે ગઠબંધન થયું છે જે અંતર્ગત ભરૂચ લોકસભા સીટ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે તો ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ 24 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારવાની છે પરંતુ તે ઉમેદવાર કોણ હશે તેને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ભાજપ માટે તો ચર્ચાઓ થઈ રહી હતી કે આમને ઉમેદવાર બનાવાઈ શકાય છે, આમનું પત્તું કપાઈ શકે છે વગેરે વગેરે.... પરંતુ કોંગ્રેસ માટે આવું કહેવું કદાચ અઘરૂં છે કારણ કે ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા ચાલી રહી હોય તેવો માહોલ નથી બન્યો જેટલો માહોલ ભાજપ દ્વારા બનાવવામાં આવ્યો!  


7 માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવી પહોંચશે ગુજરાત!

લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. રાહુલ ગાંધી 7 માર્ચથી 10 માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતની અનેક બેઠકોને આવરી લેવામાં આવી છે રાહુલ ગાંધીની આ યાત્રામાં. એક તરફ ઉમેદવારોના નામોને લઈ અસમંજસ છે તો બીજી તરફ રાહુલ ગાંધીને ગુજરાત આવવામાં માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે 10 માર્ચ બાદ કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ગુજરાતથી નામો દિલ્હી પણ પહોંચી ગયા છે તેવી માહિતી સામે આવી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે