Loksabha Election: Gujaratની આટલી બેઠકો માટે બંને પાર્ટીઓએ કર્યા ઉમેદવાર જાહેર, જાણો કોની કોની વચ્ચે થશે કાંટાની ટક્કર?


  • Published By :
  • Published Date : 2024-03-14 11:14:32

રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા ઘણા સમય પહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ હતી જ્યારે કોંગ્રેસે થોડા સમય પહેલા નામો જાહેર કર્યા. ગુજરાતની 7 બેઠકો માટે કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે. બે સીટો માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જ્યારે ભાજપે 22 બેઠકો માટે  ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગઈકાલે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે



આ બેઠકો માટે બંને પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની કરાઈ જાહેરાત

ગુજરાતની અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ થઈ રહી છે. ભરૂચ લોકસભા બેઠક તો છેલ્લા ઘણા સમયથી ચર્ચમાં છે. કોઈ વખત ચૈતર વસાવાને કારણે તો કોઈ વખત મનસુખ વસાવાને કારણે. તો બનાસકાંઠા બેઠક પણ રસપ્રદ રહેશે કારણ કે ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા મહિલા ઉમેદવારને ટિકીટ આપવામાં આવી છે. ભાજપે રેખાબેન ચૌધરીને તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે. 



આટલી બેઠકો માટે ચિત્ર થઈ ગયું સ્પષ્ટ

ભાવનગર લોકસભા સીટ પર કોંગ્રેસ અને આપ વચ્ચે થયેલા ગઠબંધન અંતર્ગત ઉમેશ મકવાણાને ટિકીટ આપવામાં આવી છે. ત્યાં ઉમેશ મકવાણા તેમજ નિમુબેન બાંભણીયા વચ્ચે સીધી ટક્કર થવાની છે. તે સિવાય બંને પાર્ટી દ્વારા અમદાવાદની બંને બેઠકો એટલે અમદાવાદ પૂર્વ તેમજ પશ્ચિમ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. વલસાડમાં કોંગ્રેસના અનંત પટેલ તેમજ ભાજપના ધવલ પટેલ વચ્ચે જંગ જામવાનો છે. તો પોરબંદરમાં ભાજપના મનસુખ માંડવિયા તેમજ કોંગ્રેસના લલિત વસોયા વચ્ચે જંગ જામવાનો છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે