Loksabha Election : ઉમેદવારોના પ્રચાર માટે Arvind Kejriwalના પત્ની સુનીતા કેજરીવાલ આવી શકે છે Gujarat! સ્ટાર પ્રચારકની યાદીમાં છે સમાવેશ.


  • Published By :
  • Published Date : 2024-04-22 15:12:28

ભરૂચ લોકસભા બેઠક અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. આ બેઠક પર મનસુખ વસાવા અને ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં અરવિંદ કેજરીવાલ, સુનિતા કેજરીવાલ, સંજયસિંહ, ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના પ્રચારકોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાના પ્રચાર માટે અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલ ગુજરાત આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

સુનીતા કેજરીવાલ ગુજરાત આવી કરી શકે છે પ્રચાર   

છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં રાજકોટ લોકસભા સીટ ચર્ચામાં છે.. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદનને કારણે આ બેઠકની ચર્ચા થઈ રહી છે પરંતુ બાકી એવી અનેક બેઠકો છે જેની ચર્ચા અવારનવાર થતી હોય છે.. ત્યારે આજે ચર્ચા ભરૂચ લોકસભા બેઠકની કરવી છે.. સામાન્ય રીતે આ બેઠક અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે ઉમેદવારના નિવેદનોને કારણે. ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસ અને આપે ગઠબંધન કર્યું છે. જે મુજબ ભાવનગર સીટ પર ઉમેશ મકવાણાને જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. 



કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ દેખાયા છે સાથે સાથે 

ઉમેદવારોના પ્રચાર માટે આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં સુનિતા કેજરીવાલના નામનો સમાવેશ છે. ત્યારે ચૈતર વસાવા તેમજ ઉમેશ મકાવણાના પ્રચાર માટે સુનીતા કેજરીવાલ ગુજરાત આવી શકે છે તેવું લાગી રહ્યું છે...ગઠબંધન થતા આમ આદમી પાર્ટીના નેતાઓ તેમજ કોંગ્રેસના નેતાઓ અનેક વખત એકસાથે દેખાયા હતા. જ્યારે ચૈતર વસાવા ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમની સાથે જોવા મળ્યા હતા ઉપરાંત જ્યારે રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરેશ ધાનાણી ઉમેદવારી ફોર્મ ભરવા ગયા ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સાથે દેખાયા હતા.. 


આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકના નામની કરી છે જાહેરાત 

મહત્વનું છે કે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સામે ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે... ઉમેદવારો માટે પ્રચારની શરૂઆત થઈ ગઈ છે અને  આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં અરવિંદ કેજરીવાલ, સુનીતા કેજરીવાલ, ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિત 40 લોકોના નામનો સમાવેશ કરવામાં  આવ્યો છે. પરંતુ સ્ટાર પ્રચારકના નામની જાહેરાત થયા બાદ આપમાં મોટો ઝટકો લાગ્યો છે.. અલ્પેશ કથીરિયાએ તેમજ ધાર્મિક માલવિયાએ આપમાંથી રાજીનામું આપી દીધું છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે