Loksabha Election : Congress અમદાવાદ પૂર્વના ઉમેદવાર Rohan Guptaએ પાછી ખેંચી ઉમેદવારી, ચૂંટણી ના લડવા પાછળ આપ્યું આ કારણ.


  • Published By :
  • Published Date : 2024-03-19 12:02:54

લોકસભા ચૂંટણી માટેની તૈયારીઓ રાજકીય પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી ગઈ છે. પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે અને જે અંતર્ગત કોંગ્રેસ દ્વારા 7 ઉમેદવારોની જ્યારે ભાજપ દ્વારા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. એક તરફ ગમે ત્યારે કોંગ્રેસ ગુજરાતના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે તો બીજી તરફ ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચહેરાઓ પીછેહઠ કરી રહ્યા છે. કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ છે. જે ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે તે છે અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તા. 

Image

અમદાવાદ પૂર્વના રોહન ગુપ્તાએ પાછી ખેંચી લીધી ઉમેદવારી

કોંગ્રેસની સ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થઈ રહી હોય તેવું લાગે છે. એક તરફ લોકસભા ચૂંટણી માથે આવી છે તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ નારાજ ચાલી રહ્યા હોય તેવું લાગે છે. કોંગ્રેસમાં એક સાંધો અને તેર તૂટે તેવી પરિસ્થિતિ છે કારણકે લોકસભા લડવા ઉમેદવારો નથી અને બીજી બાજુ જે ઉમેદવાર જાહેર થયા એ ઉમેદવારી પાછી ખેચી રહ્યા છે. અમદાવાદ પૂર્વ બેઠક માટે કોંગ્રેસે રોહન ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.  


ઉમેદવારના પિતા રાજકુમાર ગુપ્તાએ પક્ષમાંથી આપી દીધું રાજીનામું  

લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. ગુજરાતમાં 7 મે 2024ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતની 26 લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. ત્યારે ભાજપે ગુજરાતમાં 22 અને કોંગ્રેસે 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. પણ અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે જે રોહન ગુપ્તાને ટિકીટ આપી હતી તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. પોતાની ઉમેદવારી પાછી લેવાની વાત કરી છે. ચૂંટણી ના લડવા પાછળનું તેમણે અંગત કારણ બતાવ્યું છે. ઉપરાંત તેમના પિતા રાજકુમાર ગુપ્તાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવા પાછળનું કારણ તેમની તબીયત છે. આ બે વસ્તુ વિચારવા જેવી છે કે દીકરાએ ઉમેદવારી પાછી ખેચી અને પિતાએ રાજીનામું આપી દીધું.  



સોશિયલ મીડિયા પર આપી આ અંગેની માહિતી કે... 

તેમણે આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતે માહિતી આપી છે. રોહન ગુપ્તાએ 'X' પર કેપ્શનમાં લખ્યું છે કે, 'મારા પિતા ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિના કારણે હોસ્પિટલમાં દાખલ છે અને હું કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમદાવાદ પૂર્વ સંસદ બેઠક માટે મારી ઉમેદવારી પાછી ખેંચી રહ્યો છું. હું પક્ષ દ્વારા નામાંકિત નવા ઉમેદવારને સંપૂર્ણ સમર્થન આપીશ.' 



પિતાની ખરાબ તબીયત હોવાને કારણે પુત્રએ પાછી ખેંચી ઉમેદવારી!

રોહન ગુપ્તાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખ્યો છે કે, 'મારા પિતાની અત્યંત કથળેલી સ્વાસ્થ્ય પરિસ્થિતિના કારણે હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેચું છું. સાથે જ રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહી ચૂક્યા છે. જેઓ કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી તરીકેની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. તેમણે નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના રોહન ગુપ્તા અને ભાજપના હસમુખ પટેલ વચ્ચે ટક્કર થવાની હતી. પરંતુ રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચતા હવે કોંગ્રેસ કયા નવા ઉમેદવારને ઉતારે છે તે જોવાનું રહ્યું! 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.