Loksabha Election : Gujaratની 26 બેઠકોમાંથી આ બેઠકો માટે ચિત્ર થઈ ગયું સ્પષ્ટ, જાણો ચૂંટણી મેદાનમાં કોણ કોનો કરશે સામનો?


  • Published By :
  • Published Date : 2024-03-13 11:43:13

લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારો કોંગ્રેસ તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત માટે કોંગ્રેસે 7 ઉમેદવારોની જ્યારે ભાજપે 15 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. બંને પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં અનેક બેઠકો માટે જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ પશ્ચિમ માટે કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તે સિવાય પોરબંદર માટે પણ બંને પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. 



આ બેઠકો માટે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું..!

બનાસકાંઠા માટે પણ બંને પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કચ્છ માટે પણ ઉમેદવારોના નામની ઘોષણા બંને પાર્ટી દ્વારા કરવામાં આવી છે. તે ઉપરાંત બારડોલી માટે પણ  ઉમેદવારના નામ ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચ માટે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે અને તે અંતર્ગત આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામની ઘોષણા કરી દીધી છે. મહત્વનું છે કે ભાજપ દ્વારા ગુજરાત માટે 15 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ બેઠકો માટે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે આ બેઠકો પર આ ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે