અમદાવાદમાં નીકળશે ભગવાનની રથયાત્રા, આવતી કાલે ભગવાન જગન્નાથ કરશે નગરચર્યા, રથયાત્રા પહેલા આજે થશે રથની પૂજા, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-19 11:10:33

અમદાવાદમાં ભગવાન જગન્નાથના રથયાત્રાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આવતી કાલે 146મીં રથયાત્રા નીકળવાની છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળશે. મોસાળે ગયેલા ભગવાન નીજ મંદિરે પરત ફર્યા છે. નેત્રોત્સવ વિધી કરવામાં આવી જેમાં ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવ્યા. રથયાત્રા પહેલા ભગવાન આજે સોનાવેશ ધારણ કરશે. રથયાત્રાની આગેવાની કરતા ગજરાજોની પૂજા કરવામાં આવશે. નિજ મંદિરના પ્રાંગણમાં રથની પ્રતિષ્ઠા થશે અને તેની પણ પૂજા કરવામાં આવશે.સંધ્યા આરતીમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત સ્થાનિક મંત્રીઓ તેમજ નેતાઓ હાજર રહેશે.મહત્વનું છે કે રથયાત્રાને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. 


ગઈકાલે યોજાઈ નેત્રોત્સવ વિધી!

અષાઢી બીજના દિવસે જગતના નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે. ભાઈ બલભદ્ર તેમજ બહેન સુભદ્રા સાથે ભક્તોને દર્શન આપવા ભગવાન આવતી કાલે નગરચર્યાએ નીકળવાના છે. રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મામાના ઘરેથી ભગવાન નીજ મંદિર પરત ફર્યા છે. નેત્રોત્સવ વિધી બાદ થતી આરતીનો લાભ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધો હતો.માન્યતા અનુસાર આંખો આવવાને કારણે નેત્રોત્સવ વિધી કરવામાં આવે છે. 


પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત! 

અમદાવાદમાં 146મી રથયાત્રા આવતી કાલે નીકળવાની છે. રથયાત્રા દરમિયાન શાંતિ ભંગ ન થાય તે માટે તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા 3ડી મેપિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે નવા રથ પર સવાર થઈ ભગવાન નગરચર્યાએ નીકળવાના છે.        



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે