નવા વર્ષે મોંઘવારીની ભેટ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયા વધ્યા


  • Published By :
  • Published Date : 2023-01-01 11:43:24

મોંઘવારીથી ત્રસ્ત લોકોને પડ્યા પર પાટું મારતા હોય તેમ સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો વધારી છે. પેટ્રોલિયમ કંપનીઓએ 1 જાન્યુઆરી, 2023 રવિવારથી જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયા સુધીનો વધારો ઝિક્યો છે. રાજધાની દિલ્હી સહિતના દેશના મોટા શહેરોમાં આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. 


4 મહાનનગરોમાં કેટલી કિંમતો વધી?


આજથી જ દેશના ચાર મુખ્ય શહેરોમાં ભાવ વધારાની વિગતો આ પ્રમાણે છે, રાજધાની દિલ્હીમાં 19 કિલોનો બાટલાનો ભાવ વધીને 1769, મુંબઈમાં 1721, કોલકાતામાં 1870 અને ચેન્નાઈમાં પ્રતિ સિલિન્ડર 1917 રૂપિયા વધ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ સરકારે નવેમ્બર-2022માં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 115.50 રૂપિયાના ભાવ ઘટાડ્યા હતા.


ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર


ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લો ફેરફાર 6 જુલાઈ, 2022 ના રોજ થયો હતો, જ્યારે તેલ કંપનીઓએ ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. બીજી તરફ જો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કુલ 153.5 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છેવર્ષ 2022 માં, ઘરેલુ એલપીજીની કિંમતમાં ચાર વખત ફેરફાર થયો છે.



લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ભરૂચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિવાસી ભાષામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લઈ વાત કરવામાં આવી છે ગીતમાં... આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.