દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે આમ આદમી પાર્ટી પાસેથી રૂ. 97 કરોડ વસૂલવા આપ્યો આદેશ


  • Published By :
  • Published Date : 2022-12-20 16:10:21

દિલ્હીના એલજી વિનય કુમારે અરવિંદ કેજરીવાલને એક ઝટકો આપ્યો છે. એલજીએ 97 આમ આદમી પાર્ટી પાસેથી 97 કરોડ રૂપિયા વસુલવાનો આદેશ આપ્યો છે. રાજકીય જાહેરાતોને સરકારી જાહેરાતો બતાવી છે જેથી આમ આદમી પાર્ટી પાસેથી 97 કરોડ રૂપિયા વસૂલવાનો આદેશ આપ્યો છે. એલજીએ પાર્ટીને 15 દિવસનો સમય આપ્યો છે. 


ભાજપે આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર 

ચીફ સેક્રેટરીને આમ આદમી પાર્ટી પાસેથી પૈસા વસૂલવાનો આદેશ આપ્યો છે. એવો આરોપ લગાવામાં આવી રહ્યો છે કે આમ આપે પાર્ટીના પ્રચારમાં સરકારી પૈસા ખર્ચ કર્યો છે. આ સુપ્રીમ કોર્ટના નિયમોનું ઉલ્લંઘન છે. એલજીએ કહ્યું કે કેજરીવાલે રાજકીય જાહેરાતોને સરકારી જાહેરાતો બતાવી હતી પેપરમાં છપાયા હતા. આ વાતને લઈ ભાજપે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. ભાજપે કહ્યું કે આપે જનતા પૈસા રાજકીય જાહેરાતો પાછળ ખર્ચ કરી દીધા. જ્યારે આ પૈસાનો ઉપયોગ કરી દિલ્હીનો વિકાસ કરવાનો હોય. 


આમ આદમી પાર્ટીએ કર્યા ભાજપ પર પ્રહાર 

એલજીના આ આદેશ બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં સૌરભ ભારદ્વાજે કેન્દ્ર સરકાર તેમજ દિલ્હીના એલજી પર નિશાન સાધ્યું હતું.ભારદ્વાજે કહ્યું કે જેમ જેમ વેલેન્ટાઈન નજીક આવશે તેમ તેમના લવ લેટર વધતા જશે. 


ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે