પોલીસ એક્શન મોડમાં, ભાષણ દરમિયાન પીએમની હત્યાની વાત કરનાર કોંગ્રેસના નેતાની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-12-13 10:30:54

મધ્યપ્રદેશના કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય રાજા પટેરિયાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે જો સંવિધાનની રક્ષા કરવી હશે તો વડાપ્રધાન મોદીની હત્યા કરવા તત્પર રહેવું જોઈએ. આ વીડિયોને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. આ ટિપ્પણીની ટિકા કરવામાં આવી હતી. ત્યારે મંગળવાર સવારે રાજા પટેરિયાની પોલીસે ધરપકડ કરી લીધી છે.

  

રાજા પટેરિયાએ કરી હતી પીએમ મોદીની હત્યા કરવાની વાત

સોમવારે મધ્યપ્રદેશના કોંગ્રેસના નેતા રાજા પટેરિયાનો એક વિવાદસ્પદ વીડિયો વાયરલ થયો હતો. એક કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધી રહ્યા હતા તે દરમિયાન તેમણે કહ્યું કે મોદી ઈલેક્શન ખતમ કરી દેશે, મોદી ધર્મ, જાતી, ભાષાના અનુસાર લોકોને વિભાજીત કરી દેશે. વધુમાં તેઓ બોલ્યા હતા કે સંવિધાનને જો બચાવું હશે તો મોદીની હત્યા કરવા તત્પર રહો. આ વાતને લઈ ભાજપે કોંગ્રેસ અને રાજા પટેરિયા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. 


પોલીસે રાજા પટેરિયાની ધરપકડ કરી 

વીડિયો વાયરલ થયા બાદ અને વિવાદ સર્જાવાને કારણે રાજા પટેરિયાએ વીડિયો અંગે સ્પષ્ટીકરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે આ વાક્ય ફ્લો-ફ્લોમાં બોલાઈ ગયું હતું. હત્યા કરવાનો મતલબ ચૂંટણીમાં હરાવાનો હતો. પરંતુ આ વાતને લઈ તેમના વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને મંગળવાર સવારે રાજા પટેરિયાની ધરપકડ પોલીસે કરી લીધી છે.

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે