જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીને મળી મોટી જવાબદારી, અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ તરીકે થઈ પસંદગી


  • Published By :
  • Published Date : 2023-09-06 14:05:27

સારંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં વિવાદાસ્પદ ભીંતચિંત્રોનો મામલો શાંત થયો જો કે હજુ પણ તેની અસરો જોવા મળી રહી છે. સાળંગપુર વિવાદની વચ્ચે હવે મહંત દિલીપદાસજી મહારાજને અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખની જવાબદારી મળી છે. ઉલ્લેખનિય છે કે, આ પહેલા અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકે નૌતમ સ્વામી હતા. ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે મળેલી બેઠક બાદ નૌતમ સ્વામીને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.


સનાતની સાધુ-સંતોની બેઠકમાં નિર્ણય


રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ઉપરાંત  બે કાર્યકારી ઉપાઅધ્યક્ષની પણ નિમણુંક કરવામાં આવી છે. મોહનદાસજી મહારાજને અને રાજેન્દ્રનંદગીરી મહારાજને કાર્યકારી ઉપાધ્યક્ષ  બનાવવામાં આવ્યાં છે. ઉપરાંત સંગઠનના સંયોજક તરીકે અરવિંદ બ્રહ્મભટ્ટની વરણી કરવામાં આવી છે.

અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના અધ્યક્ષ પદે દીલિપદાસજીનું નામ જાહેર થયા બાદ તેમણે જણાવ્યું હતું કે, ખુબ મોટી જવાબદારી સોંપવામાં આવી છે, તમામ સાધુ-સંતો, મહામંડલેશ્વરોને સાથે મળીને કામ કરીશું. વિવાદોથી દુર રહીને એકસાથે કામ કરીશુ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે