મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં દર્દનાક દુર્ઘટના, 10 લોકોના મોત, 38 લોકો ઘાયલ થયા


  • Published By :
  • Published Date : 2023-07-04 18:50:52


મહારાષ્ટ્રના ધુલેના જિલ્લામાં એક દર્દનાક ઘટના બની છે, અહીં મુંબઈ-આગ્રા હાઈ-વે પર એક કન્ટેઈનર હોટેલમાં ઘુસી ગઈ છે. આ ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત અને 38 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના મંગળવારે બપોરે 12 વાગ્યે થઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ટ્રકની બ્રેક ફેઈલ જવાના કારણે આ ભીષણ અકસ્માત થયો હતો. આ ટ્રકે બે મોટર સાઈકલ અને એક અને એક કન્ટેઈનરને ટક્કર મારી હતી.


ઘાયલોને હોસ્પિટલમાં
 દાખલ કરાયા


મીડિયા રિપોર્ટ મુજબ પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે લગભગ 10 લોકોના મોત અને 38 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહેલા અનેક લોકોનો સમાવેશ થાય છે. આ નિર્દોશ લોકોને શિરપુર અને ધુલેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે , જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ટ્રક મધ્ય પ્રદેશથી ધુલે તરફ જઈ રહી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે