મહારાષ્ટ્રના પોલીસકર્મીઓને હવે 12 ના બદલે 20 દિવસની રજા મળશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 18:36:43

મહારાષ્ટ્રના પોલીસકર્મીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યની એકનાથ શિંદેની સરકારે બુધવારે પોલીસકર્મીઓની રજામાં વધારો કર્યો છે. એકનાથ શિંદેની સરકારે મહારાષ્ટ્ર પોલીસને વર્ષ દરમિયાન કુલ 20 દિવસની આકસ્મિક રજા (Casual Leaves) આપવાની જાહેરાત કરી છે. 


કોન્સ્ટેબલથી લઈને PSI માટે આકસ્મિક રજાની જાહેરાત


મહારાષ્ટ્ર સરકારે પોલીસના કોન્સ્ટેબલથી લઈને પોલીસ ઈન્સ્પેક્ટર માટે આકસ્મિક રજા (Casual Leaves)ની સંખ્યા 12 દિવસથી વધારીને 20 દિવસ કરવાનો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્રમાં પોલીસકર્મીઓની સંખ્યા દેશમાં સૌથી વધુ છે. રાજ્યમાં હાલમાં 1,65,740 પોલીસકર્મીઓ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આકસ્મિક રજા (Casual Leaves)ની સંખ્યા વધારવાની દરખાસ્ત શરૂઆતમાં DGP સંજય પાંડે દ્વારા કરવામાં આવી હતી, જે હાલમાં જેલના સળિયા પાછળ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે